________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૨]
[ શ્રી અનુભવ પ્રકાશ આવું પરમેશ્વરપદ પમાતું નથી. અહો ! જેની એક જ્ઞાનપર્યાયમાં લોકાલોક ભાસે-એવા આત્માને શું ઉપમા આપવી? આવા આત્માના અનુભવથી જ કેવળજ્ઞાનરૂપ અમિત તેજ પ્રગટ થાય છે. પરમાત્મદશામાં આવાં બધાં વિશેષણો પ્રગટે છે અને તે પરમાત્મદશા આત્માના અનુભવથી જ પમાય છે. વળી પરમાત્મદશા અખંડ છે, અચલ છે. રાગરહિત અમલપદ પણ તે અનુભવથી જ પમાય છે. સ્વરૂપની વિશ્રાંતિનું ધામ અનુભવથી જ પમાય છે. અતુલ પરમાત્મદશા અનુભવથી પમાય છે. અહો ! તે અનુભવનો શું મહિમા !! તેની સામે ઇંદ્રના ઇંદ્રાસન પણ સડલાં તરણાં સમાન છે.
અબાધિતદશા અનુભવથી પમાય છે. અરૂપ એવી પરમાત્મદશા પણ તેનાથી જ પમાય છે. અજર દશા એટલે સિદ્ધદશા પણ તેનાથી જ પમાય છે. શરીરમાં તો જરા લાગુ પડે પણ પરમાત્મદશા પ્રગટી તેમાં કદી જરા એટલે વૃદ્ધાવસ્થા લાગુ પડતી નથી. એવી દશા અનુભવથી જ પમાય છે. વળી તે અમર અને અવિનાશી છે તથા પરમાત્મદશા અલખ છે. ઇન્દ્રિયોથી તે લક્ષગોચર થતી નથી, અચ્છેદ્ય છે, કોઈ શાસ્ત્ર વગેરેથી તે છેદાતી નથી અને વજ વગેરે કોઈથી તે ભેદાતી નથી, તેથી અભેધ છે. ચક્રવર્તીની તલવાર વજના થાંભલાને કાપી નાખે પણ આત્માને તે અડી શકે નહિ. વળી આત્મા અક્રિય છે એટલે પરની કે રાગની ક્રિયા તેનામાં નથી, પોતાના અનુભવની ક્રિયા છે; વળી અમૂર્તિક છે અને સ્વરૂપનો અનુભવ કરતાં કરતાં આત્મા રાગાદિનો અકર્તા તથા અભોક્તા થઈ જાય છે. વળી પરમાત્મદશા અવિગત છે એટલે કદી વિશેષપણે તેનો નાશ થઈ જતો નથી, તથા આનંદમય અને ચિદાનંદ ઇત્યાદિ અનંત વિશેષણો યુક્ત એવી પરમેશ્વરદશા છે. તે સર્વ અનુભવથી જ સિદ્ધ થાય છે. આત્માના અનુભવથી જ આવા મહિમાવાળું પરમેશ્વરપદ પમાય છે, તેથી અનુભવ તે સાર છે. આત્માનો અનુભવ તે જ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે.
શાસ્ત્રમાં વ્યવહારના વિધાન લખ્યાં હોય, તેનાથી પાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com