________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૧]
[૨૬૧ આત્મા વસેલો જ છે. તેના અંતરમાં જ્યારે જુએ ત્યારે પોતાનો સ્વભાવ એવો જ છે. એવા સ્વભાવની અંતર્મુખતા વગર બહારનાં તીર્થમાં જાય તે બધું જૂઠ છે. અરે ભગવાન! તારી વસ્તુમાં અંતર્મુખદશા વગર બહારનાં બધાં કાર્યો જજૂઠ છે. તર્ક, પુરાણ ને વ્યાકરણમાં બુદ્ધિ જોડે, પણ જ્ઞાનાનંદ આત્માના અંતર્વેદનમાં બુદ્ધિ ન લગાવે તો તેને તર્ક, પુરાણ ને વ્યાકરણ તે બધું ખેદનું કારણ છે. અંતસ્વભાવનું વેદન કરવું તે ખેદના નાશનો ઉપાય છે. ભગવાનની મૂર્તિ સામે કે શાસ્ત્રી સામે જોયા કરે, પણ અંતરમાં આત્માની સામે જોયા વિના તે બધો ખેદ છે. જેને ચૈતન્યનો અનુભવ નથી તે જીવો, જેમ ગામમાં ગાયો ને કૂતરા રખડતાં હોય તેના જેવા છે. જે સમયે અંતર્મુખ થઈને આત્માને પકડ્યો તે સમયે પોતાનો છે, પછી ભલે વ્રતાદિની શુભવૃત્તિ ઊઠે કે અશુભવૃત્તિ આવે તે બધું ગૌણ છે. જેને ચૈતન્યમાં પ્રવેશ નથી ને બહારમાં ભટકે છે, તે જીવો ગામમાં રખડતાં ઢોર જેવા અને જંગલમાં રખડતાં હરણાદિ પશુ જેવા છે. સાધુ થઈને જંગલમાં વસે, તોપણ તે આત્માના અનુભવ વગર જંગલના હરણ જેવો અજ્ઞાન તપસી છે. શુભ-અશુભવૃત્તિ દુ:ખદાયક છે, તેનાં વિનાનો અનાકુળ શાંત આત્મા છે. તેનું જેને ભાન નથી, તે ભલે ૨૮ મૂળગુણ પાળે ને જંગલમાં રહે તો પણ હરણ વગેરે પશુ જેવો છે, અને જેને ચૈતન્યનો અનુભવ છે, તે જીવ ગમે ત્યાં વસે તોપણ અનુભવના પ્રસાદથી પૂજ્ય છે, વળી કહે છે કે પરમેશ્વરનાં જેટલાં વિશેષણો છે તે બધાય પણ આ અનુભવથી જ સિદ્ધ થાય છે.
અનુભવમાં આનંદ છે. અનુભવમાં જ ધર્મ છે. અનુભવથી જ પરમપદ પમાય છે. અનંતગુણના રસનો સાગર તે અનુભવમાં સમાઈ જાય છે. અનુભવની પર્યાયમાં અનંતા ગુણનો સ્વાદ સમાઈ જાય છે. અનુભવથી જ સિદ્ધપદ થાય છે. અનુપમજ્યોતિ પણ અનુભવથી પમાય છે. અનુભવ સિવાય બહારના કોઈ કારણથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com