________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૪]
[ શ્રી અનુભવ પ્રકાશ જાતની યોગ્યતાને લઈને પુણ્ય-પાપ ભાવરૂપ વિકારનો સ્વાંગ જીવે ધર્યો છે તે જીવની પર્યાય છે. ૧૪૮ તો જડકર્મની પ્રકૃતિ છે. આત્મા અને યૂકી અશુદ્ધતારૂપ રંજકભાવ કરે છે તે શુદ્ધભાવ વિરૂદ્ધભાવ છે. તે અશુદ્ધતાનો ફહુફદ્દાટ-ઉત્પાદ પર નિમિત્તના અવલંબને થયેલો મેલ છે. જીવે કર્યો માટે જીવનો છે, જડતો નથી. જડ કર્મ કરાવ્યો નથી, કોઈની પ્રેરણાથી થયો નથી. અશુદ્ધપણાની યોગ્યતા જીવની છે પણ તે તેનો ત્રિકાળી સ્વભાવ નથી. વાદળાં લાલ-કાળાં થાય. પણ આકાશ તેવું થતું નથી, તેમ ક્ષણિક યોગ્યતારૂપ જીવની પર્યાયમાં અશુદ્ધતાના પ્રકાર થાય છે, છતાં ચૈતન્ય તો અનાદિ અનંત એવો ને એવો નિર્મળ છે. જેમ રત્ન ઉપર માટીનો લેપ હોય તેથી કાંઈ રત્નનો પ્રકાશ ગયો નથી. અંદર રત્નની પ્રકાશ શક્તિ જેમની તેમ છે, તેમ પર્યાયની ક્ષણિક મલિનતાએ ત્રિકાળી દ્રવ્યસ્વભાવનો નાશ કદી કર્યો નથી અને મલિનતાનો નાશ કરવાનો સ્વભાવ કદી ગયો નથી. અનંત ચૈતન્ય આનંદમય સર્વશક્તિ જેમની તેમ છે. એવા નિત્યાનંદ ચિદાનંદ ભગવાન આત્માનો અનુભવ કરવો તે જ ધર્મ છે. દયા, દાન, વ્રત, પૂજા આદિના વિકલ્પ ઊઠે તે પુણ્ય છે, ધર્મ નથી-લાભદાયક નથી. પુણ્ય-પાપના વ્યવહાર વિકલ્પ રહિત અતીન્દ્રિય એકલા જ્ઞાનાનંદનું વદન થવું તે ધર્મ છે.
પરપુદ્ગલનું નાટક બહુ બન્યું છે, તે જડના ખેલ જાણો; તેને આત્માના ખેલ ન જાણો.
દસ પ્રકારનો પરિગ્રહ-ક્ષેત્ર, બાગ, નગર, કૂવા, તળાવ, નદી વગેરે પુદ્ગલ છે, જીવ તેને કરી શકતો નથી. માતા, પિતા, પુત્ર, બંધુ,
સ્ત્રી આદિ સ્વજન, સર્પ, સિંહ, હાથી વગેરે આત્માના નથી. ઈષ્ટ અક્ષર-શબ્દ, અનક્ષર શબ્દાદિ આત્મા કરી શકતો નથી. બોલી શકતો નથી. સ્નાન, ભોગ, સંયોગ-વિયોગ ક્રિયા આત્માને આધીન નથી; કારણ કે એનો કર્તા જડ પુદ્ગલ છે, જીવ તેને કરી શકતો નથી. કર્મના એક રજકણમાં આત્મા કાંઈ ફેરફાર કરી શકતો નથી જીવ શુભાશુભભાવ કરી શકે છે ને તેના ભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com