________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮]
[ શ્રી અનુભવ પ્રકાશ એ રીતે સમ્યગ્દષ્ટિના ચારિત્ર પરિણામની બન્ને અવસ્થા બતાવીને હવે તેનો સાર કહે છે. નિર્વિકલ્પ સ્વાનુભવદશામાં સુખ છે, ને વચ્ચે વિકલ્પની વૃત્તિ ઊઠે તે દુઃખ છે. એમ જાણીને હે ભવ્ય! તું સ્વાનુભવરૂપ રહેવાનો ઉદ્યમ કર ! ચારિત્રની સ્થિરતાના પરિણામ તથા અસ્થિરતાના પરિણામ એ બન્ને અવસ્થા તારામાં જ છે, એ બન્નેને જાણીએ સ્વાનુભવરૂપ રહેવાનો તું ઉદ્યમ કર! બન્ને અવસ્થા પોતાના જ પરિણામથી થાય છે, કોઈ પરના કારણે થતી નથી. માટે હે ભવ્ય! તારે માટે ભલું એ છે કે જ્ઞાનાનંદમાં સ્થિર રહેવાનો પ્રયત્ન કર્યા કર. રાગ આવે તેનો પ્રયત્ન કરવાનું ન કહ્યું પણ સ્વાનુભવમાં રહેવાનો જ પ્રયત્ન કરવાનું કહ્યું છે. જ્ઞાનસ્વરૂપ વસ્તુને પકડીને તેમાં એકાગ્રતાનો ઉધમ રાખ્યા કરો. આ પ્રમાણે અમારા વચન વ્યવહારથી ઉપદેશ છે.
ગુણસ્થાન અનુસાર જેટલી જેટલી શુદ્ધતા વધે છે તેટલો તેટલો સુખનો અનુભવ વધે છે અને તે પ્રમાણે સ્વાનુભવ વધતાં વધતાં કષાય ટળતાં ટળતાં બારમાં ગુણસ્થાન સુધી સ્થિરતા વધી અને ત્યાં મતિશ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી સ્વસંવેદન વધે છે. એ પ્રમાણે સ્વસંવેદન સ્થિરતા વડ જે રસાસ્વાદનો અનુભવ ઊપજ્યો તે જ અનંત સુખનું મૂળ છે. બાકી રાગાદિભાવો તે બધા દુ:ખમય છે.
જેને આવા સ્વાનુભવની મૂસળધાર ધારા જાગી તેને બહારમાં ગમે તેવી પ્રતિકૂળતાના ગંજ હોય તોપણ દુઃખદાવાનળનો રંગ પણ થતો નથી. ભગવાસરૂપી જે મોટા ઘનઘોર વાદળ તેને વિખેરી નાખવા માટે મુનિજનો આ સ્વાનુભવને પરમ પ્રચંડ પવન કહે છે. વીતરાગી સંતમુનિઓ આ સ્વાનુભવને જ ભગવાસ મટાડવાનો ઉપાય કહે છે. વીતરાગમૂર્તિ આત્માનો સ્વાનુભવ કરવો તે જ ભાવના નાશનો પ્રચંડ ઉપાય છે. અને અત્યાર સુધી અનંત અનંત સંતમુનિઓ આવા સ્વાનુભવરૂપી સુધાનું પાન કરી કરીને જ અજર-અમર થયા છે. મહાવિદેહમાં સંતો અત્યારે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com