________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૦]
[૨૫૭ થતાં વીતરાગતા થઈ જાય છે. અધૂરી દશામાં વચ્ચે સમ્યગ્દષ્ટિને રાગ થાય છે, પણ તે વખતે તેનાં શ્રદ્ધા જ્ઞાનમાં નિર્મળતા છે. પહેલાં યથાર્થ વાત શ્રવણ કરીને, રુચિ પણ ન કરે તો તેને આવો અનુભવ થાય નહિ. “સમ્યક સવિકલ્પદશા” એટલે કે રાગ થવા છતાં અંતરમાં આત્માનું ભાન છે, તે રાગથી ધર્મ માનતો નથી, તેની વાત છે, પણ જે રાગથી ધર્મ માને છે તે તો મિથ્યાષ્ટિ છે.
અંતરની અવલોકનદશાની જાત જ જુદી છે; માટે કહે છે કે હે ભવ્ય ! તું આ વાત સાંભળ! ચિદાનંદ વસ્તુમાં રુચિ, જ્ઞાન ને રમણતા તે તો શુદ્ધોપયોગ છે-ને તે તો સ્વસમય, સુખ તથા મોક્ષનો રાહુ છે. તે સાધકપણામાં વચ્ચે બાધકપણું પણ છે, તેથી તેની વાત પણ સમજાવી છે. વચ્ચે રાગ થાય તે ભાવ ચંચળ છે, તેથી તે સવિકલ્પદશા દુઃખરૂપ છે. છઠ્ઠા-સાતમાં ગુણસ્થાને ઝૂલતા સંતને પણ છઠ્ઠા ગુણસ્થાને શુભવિકલ્પ ઊઠે તે દુઃખરૂપ છે, તેમાં આકુળતા છે. સમ્યગ્દષ્ટિ સંતો પોતે તે રાગને આકુળતારૂપ અને દુઃખરૂપ જાણે છે. તે રાગમાં તૃષ્ણાને લીધે ચંચળતા છે. અંતરની સ્વાનુભવદશા તો શાંત-નિરાકુળરૂપ છે. સમ્યગ્દર્શનના આઠ વ્યવહાર-આચારનો ભાવ, જ્ઞાનના આઠ વ્યવહાર-આચારનો ભાવ, કે તેર પ્રકારના વ્યવહાર ચારિત્રનો ભાવ ઊઠે તે બધા ચંચળભાવો છે. પુણ્ય-પાપનો કલાપ છે; વળી સ્વરૂપના આનંદની લીનતામાંથી છૂટીને વચ્ચે જેટલી રાગની વૃત્તિ ઊઠે છે તેમાં ઉદ્ધગતા છે. તે અસંતોષરૂપ છે. એ પ્રમાણે સાધકપણાની સાથે જે બાધકભાવ છે, તેનું પણ જ્ઞાન કરાવ્યું. આત્માના અનુભવ તરફનો જે ભાવ છે, તેમાં શાંતિ અને સંતોષ છે. ને પર તરફના ભાવમાં દુઃખ અને અસંતોષ છે. એ પ્રમાણે તે બધો પરાશ્રિત રાગભાવ વિલાપરૂપ છે, શુભાશુભ લાગણી ઊઠે તે બધી વિલાપરૂપ છે. તેમાં આનંદ નથી. ચૈતન્યના અનુભવમાં જ શાંતિ છે, તેમાં જ સંતોષ છે અને તે જ ધર્મ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com