________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૪૦]
[ ૨૫૯ આવો અનુભવરસ પી-પીને મુક્તિ પામી રહ્યા છે. અનુભવરસના પ્યાલા પીને સંતો અજર-અમર મોક્ષપદને સાધી રહ્યા છે. કેવળજ્ઞાનદશા, મુનિદશા, સાચી શ્રાવકદશા કે સમ્યગ્દષ્ટિ દશા-તે બધી પૂજ્યદશા આત્માના અનુભવથી જ થાય છે. તે અનુભવ વિના સર્વે વેદ-પુરાણ પણ નિષ્ફળ છે. સર્વજ્ઞના શ્રીમુખથી નીકળેલાં શાસ્ત્રો વાંચે, પણ આત્માના અનુભવ વિના તે સર્વે નિરર્થક છે. સ્મૃતિ તે વિસ્મૃતિ છે.
ઘણાં વર્ષની વાત યાદ આવે તેનો મહિમા નથી. ચૈતન્યસ્વભાવના અનુભવ વિના યાદ આવ્યું તે બધું નિરર્થક છે. અહો ! શાંતરસથી ભરેલો આત્મપદાર્થ છે, તેના અનુભવ વિના બીજી પરની ગમે તે વાત યાદ આવે તે બધી સ્મૃતિ પણ વિસ્મૃતિ છે, કેમકે પોતાનું તો વિસ્મરણ જ છે.
વળી ચિદાનંદ આત્માના સ્વાનુભવ વગરના શાસ્ત્રાર્થ પણ વ્યર્થ છે. શાસ્ત્રના અર્થો કરીને મોટા વાદ-વિવાદમાં જીતે તે બધું પણ આત્માના અનુભવ વગર વ્યર્થ છે, અને પૂજા તે મોહભજન છે. સર્વજ્ઞની પૂજા કરીને તે રાગમાં ધર્મ માન્યો તેણે મોહનું ભજન કર્યું. આત્મા રાગરહિત છે તેના અનુભવ વિના વેદ-પુરાણ, સ્મૃતિ ને શાસ્ત્રાર્થ તે બધું વ્યર્થ છે. ચૈતન્યના ભજન વિના એકલા પરનું ભજન તે મોહ છે.
ચૈતન્યના અનુભવ વગર, બહારના નિર્વિધ કાર્યો તે પણ વિધ જ છે. પોતે પોતામાં સ્વાનુભવથી નિર્વિધ્રપણું પ્રગટ ન કર્યું તેને પાછાં પાપ બંધાશે ને સંસારમાં વિધ્ર આવશે. માટે આત્માનો યથાર્થ સ્વાનુભવ કરવો તે જ નિર્વિધ્ર કાર્ય છે. હજી સ્વાનુભવનો વિશેષ મહિમા કહેવાશે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com