________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ શ્રી અનુભવ પ્રકાશ
૨૫૦]
છે કે હું ૫૨માં વ્યાપું છું છતાં પણ તે પરમાં વ્યાપતો નથી.
એકવાર સ્વને સ્વ સંપૂર્ણ રીતે જાણે ને ૫૨ને ૫૨ જાણે તો તે સર્વથા સમ્યક્તા છે. એટલે કે તે પૂર્ણદશા કેવળદર્શન ને કેવળજ્ઞાનમાં હોય છે. નીચલી દશામાં જે જ્ઞેય પ્રત્યે જોડાય તેને જાણે ને અન્યને ન જાણે. નીચેની ભૂમિકામાં સ્વ સર્વને સર્વથા પ્રકારે ન જાણે ને ૫૨ સર્વને ન જાણે.
ઊંધી દષ્ટિવાળાને કે સાચી દષ્ટિવાળાને જ્ઞેય પ્રયોજન જ્ઞાન તો એક જ પ્રકારનું છે, પરંતુ ભેદ એટલો જ છે કે મિથ્યાત્વી જેટલું જાણે તેટલું અયથાર્થરૂપ સાધે. આ મારૂં જ્ઞાન પુસ્તકથી ને સાંભળવાથી થયું એમ તે માને છે. જેટલાં નિમિત્તો ને સંયોગ હતા તેટલા પ્રમાણમાં જ્ઞાન થયું માને છે. મારો જ્ઞાનપર્યાય મારા સ્વભાવમાંથી આવે છે એમ નહિ જાણતાં અયથાર્થ સાધે છે. શાસ્ત્ર ભણે, દયા, વ્રત, પૂજાના ભાવ કરે, ત્યાગી થઈ રાગ ઘટાડે તોપણ અયથાર્થ સાધે છે. રાગ મંદ પડયો માટે જ્ઞાન નિર્મળ થશે એમ માને છે. સ્વભાવના અવલંબને જ્ઞાન થાય છે, રાગને પરના અવલંબને જ્ઞાન થતું નથી તે માનતો નથી. મિથ્યાજ્ઞાનમાં (૧) કારણવિપરીતતા, (૨) સ્વરૂપવિપરીતતા અને (૩) ભેદાભેદવપરીતતા હોય છે. તે જીવ કારણને, સ્વરૂપને તથા ભેદાભેદને સમજતો નથી. કર્મને લીધે રાગ થયો ને રાગને લીધે જ્ઞાન થયું એમ તે માને છે, પણ યથાર્થ સ્વરૂપને જાણતો નથી. એવા મિથ્યાદષ્ટિનો ઉઘાડ બધો ખોટો છે.
સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન બધું સાચું છે. રાગ અને નિમિત્તો છે એમ જાણે છે પણ તેનાથી જ્ઞાન થતું નથી-એમ માને છે. પોતાના કારણે જ્ઞાન પ્રગટે છે. તેમાં રાગ અને નિમિત્તો જણાઈ જાય છે. મારા પરિણામ મારા સ્વભાવને અવલંબે છે પણ નિમિત્તને અવલંબતા નથી. મારો જ્ઞાન, દર્શન, આનંદનો પર્યાય અંતરશક્તિને અવલંબીને ઉત્પાદવ્યયરૂપ થયા કરે છે. આમ ધર્મી જીવ વસ્તુસ્વરૂપને યથાર્થ સાધે છે. ધર્મી જીવને પુણ્યપાપના ભાવ થાય છે છતાં તેનાથી બંધ થઈ શકતો નથી, કેમકે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com