________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩]
[૧૫ ન હોત તો સૂક્ષ્મપણું શાશ્વત ન હોત. હોવાપણાનો ભાવ ન હોત તો સૂક્ષ્મ ટકી ન રહેત ને જ્ઞાન પણ નિત્ય ન રહેત.
આત્મામાં અનંતા ગુણો છે, તેને ઓળખાવે છે. તેવા ગુણોની પર્યાય ગુણીમાં એકરૂપ થાય તો ધર્મ થાય. આમાંથી એક ગુણ પણ ઓછો માને તો વસ્તુ સાબિત ન થાય.
૪. વીર્યગુણ :- સ્વભાવની રચના કરે તે વીર્યગુણ છે, પુરુષાર્થ તેની પર્યાય છે. જો વીર્યગુણ ન હોત તો સત્તાનું રહેવું બની શકે નહિ. સત્તાની પ્રાપ્તિ ન હોત, વીર્ય ન હોત તો જ્ઞાન ને સૂક્ષ્મના સામર્થ્યની પ્રાપ્તિ ન હોત. વીર્યથી સત્તાના સામર્થ્યની પ્રાપ્તિ થાય છે ને સત્તાથી સૂક્ષ્મતાની પ્રાપ્તિ ને સૂક્ષ્મતાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
સ્વભાવને રચે તે વીર્ય છે. અનંતા ગુણોના સામર્થ્યને રચે તે વીર્ય છે. વીર્યગુણ વિના સત્તાનું સામર્થ્ય, સૂક્ષ્મનું સામર્થ્ય ને જ્ઞાનનું સામર્થ્ય ખ્યાલમાં આવતા નહિ. બધા ગુણોમાં વીર્ય નિમિત્ત છે.
૫. અગુરુલઘુત્વગુણ :- આત્મામાં અગુરુલઘુગુણ છે, તેના કારણે દરેક ગુણ પોતાની હદ ઓળંગે નહિ. વીર્ય અધિક ન થાય ને ઓછું ન થાય, જો ગુણની મર્યાદા ન રહે તો આત્મા જડ થઈ જાય. અગુરુલઘુગુણ મધ્યસ્થ રાખે છે.
અગુસ્લઘુગુણથી આત્મા હળવો-ભારે ન થાય, તેથી આત્મા કદી પણ જડતાને પ્રાપ્ત ન થાય, હીણી પરિણતિ થાય તો તે પણ હૃદમાં થાય ને ઉત્કૃષ્ટ પરિણતિ થાય તો તે પણ હદમાં જ થાય છે. આ ગુણથી ગુણોનો અભાવ થતો નથી ને ગુણો પોતાની મર્યાદા ઓળંગતા નથી. દરેક ગુણનો પણ એવો સ્વભાવ છે. તેમાં અગુરુલઘુગુણ નિમિત્ત છે.
૬. પ્રમેયગુણ :- આત્મામાં કોઈને કોઈ જ્ઞાનનો વિષય થવા રૂપ પ્રમેયગુણ છે, તેથી આત્મા જ્ઞાનના માપમાં આવી જાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com