________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬]
[ શ્રી અનુભવ પ્રકાશ જો પ્રમેયગુણ ન હોત તો ગુણો જ્ઞાનના માપમાં ન આવત, અર્થાત્ જણાત નહિ. જ્ઞાન પ્રમાણ છે. પ્રમેયગુણ ન હોત તો પ્રમાણ કોનું કરત? આત્માના અનંત ગુણોમાંથી એક ગુણ પણ ઓછો જાણે તો આત્માનું જ્ઞાન ઓછું ઠરે ને યથાર્થ અનુભવ ન થાય. જેમ કપડાં સિવડાવવા આપતાં પ્રમાણમાપ આપે છે, તેમ અહીં જ્ઞાન પ્રમાણ છે, ને શેયો જ્ઞાનના માપમાં આવવા યોગ્ય છે. જ્ઞાન પ્રમાણ અને પ્રમેય બન્ને છે ને બીજા બધા ગુણો પ્રમેય એટલે કે જ્ઞાનના માપમાં આવવા લાયક છે. સત્તા, વીર્ય, સૂક્ષ્મ વગેરે ગુણો પ્રમેય હોવાથી જ્ઞાનમાં જણાય છે; જ્ઞાન માપ કરે છે, બીજા ગુણો મપાવા યોગ્ય છે.
૭. વસ્તુત્વગુણ :- આત્મામાં વસ્તુત્વગુણ છે. ગુણ-પર્યાય તેમાં વસે છે. વસ્તુની પ્રયોજનભૂત ક્રિયા થતી ન હોય તો પ્રમાણ કોનું કરત ? સસલાનાં શિંગડાં કાચબાના વાળ વસ્તુ જ નથી, તો પછી તે કેવા રંગના હશે ને કેવાં હશે તે વાત રહેતી નથી. તેમ જે વસ્તુ હોય તેનું પ્રમાણ હોય ને તેની પ્રયોજનભૂત ક્રિયા હોય. આત્મામાં વસ્તુત્વ નામનો ગુણ ન હોય તો કોનું પ્રમાણ રહેત? આત્માની વસ્તુ આત્મામાં છે, ને પરની વસ્તુ પરમાં છે. લોકો કહે છે કે વસ્તુ ખોવાઈ ગઈ પણ ભાઈ ! તારી વસ્તુ તો તારામાં છે, જ્ઞાન, સૂક્ષ્મ, વીર્ય આદિ ગુણો વસ્તુ છે.
૮. અસ્તિત્વગુણ- અસ્તિત્વગુણ ન હોત તો આ વસ્તુત્વ કોના આધારે કહી શકાત?
૯. પ્રદેશત્વગુણ- દ્રવ્ય હોય તેમાં સ્વક્ષેત્ર (આકાર) બતાવનાર પ્રદેશવ નામનો ગુણ હોય જ. પ્રદેશત્વ વિના આકાર કોનો? અને આકાર વિના વસ્તુ કેવી? આત્મા અસંખ્યપ્રદેશી છે તે આ ગુણને લીધે છે. કોઈ આત્માને પરમાણુ જેવડો કહે છે, કોઈ વ્યાપક કહે છે, તે ખોટી વાત છે. આત્મા મધ્યમપરિમાણવાળો છે, લોકાલોક જેવડો નથી તેમ જ એક પરમાણુમાં આવી જાય તેવડો પણ નથી. કેટલાક જીવો કહે છે કે મરણ પછી આત્મા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com