________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪]
શ્રી અનુભવ પ્રકાશ સમજતા નથી તેને તો ધર્મ થતો જ નથી. શીરાના બનાવનારે તેની વિધિ શીખવી જોઈએ. યથાર્થ વિધિએ ન કરે તો લોપરી પણ ન થાય.
ચેત વસ્તુને પ્રતીતિમાં લીધા વિના બધાં પુણ્ય-પાપ ફોક છે. સાચાં દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે બહુમાન આવ્યા વિના રહેતું નથી છતાં તેને ઓળખીને ચિદાનંદ આત્માની પરિણતિને પકડે તો કલ્યાણ થાય એમ છે, એ જ વસ્તુનું સ્વરૂપ છે. હવે ગુણો વર્ણવે છે.
૧. જ્ઞાનગુણ :- આત્મામાં જ્ઞાનગુણ મુખ્ય છે. આત્મામાં અનંતા ગુણો છે, તેને ઓળખવાનું કહે છે. જ્ઞાનગુણ પ્રધાન છે. જ્ઞાન સ્વ-પરને જાણવાની તાકાતવાળું છે. જ્ઞાન પરને-રાગદ્વેષાદિને તથા બીજા ગુણોને જાણવાની તાકાતવાળું છે, માટે જ્ઞાન વિશેષ ચેતના છે, તે જ્ઞાનની પરિણતિમાં અનંત શક્તિઓનો ખ્યાલ આવી જાય છે. બહારગામ જનારે તેની દિશા પ્રથમ જાણવી જોઈએ. દિશાના ખ્યાલ વિના ધારેલા ગામે પહોંચે નહિ, તેમ આત્મામાં પુણ્ય-પાપના ભાવથી જવાતું નથી. આત્મા કોણ છે તેની સાચી દિશા બાંધે તો તેમાં જવાય. અહીં જ્ઞાનગુણ સર્વને જાણનાર છે, માટે તેને પહેલો લીધો છે.
૨. સૂક્ષ્મગુણ :- જો સૂક્ષ્મ ગુણ ન હોત તો આત્મા ઇન્દ્રિયગ્રાહ્ય થઈ જાત. પણ આત્મા સૂક્ષ્મ છે, તેથી તે અતીન્દ્રિયગ્રાહ્ય છે. શરીર રૂપી
સ્થૂલ છે ને આત્મા અરૂપી સૂક્ષ્મ છે, માટે આત્મા શરીર તથા ઈન્દ્રિયો વડે જણાય એવો નથી. આત્માના બધા ગુણો સૂક્ષ્મ છે. પુણ્ય-પાપ સૂક્ષ્મ નથી. શરીર, મન, વાણી સ્કૂલ છે, દયા-દાનાદિ વિકારીભાવ પણ
સ્થૂલ છે. આત્મવસ્તુ સૂક્ષ્મ છે માટે જ્ઞાન દ્વારા આત્મા પકડાય તેવો છે, સૂક્ષ્મતા વડે જ્ઞાનની સિદ્ધિ છે.
૩. સત્તાગુણ :- જો સત્તા એટલે અસ્તિત્વગુણ-હોવાપણા નામનો ગુણ, તે ન હોય તો સૂક્ષ્મ શાશ્વત રહેત નહિ. જ્ઞાન ખ્યાલમાં આવે છે તે ઇન્દ્રિયગ્રાહ્ય નથી, માટે સૂક્ષ્મ છે ને સત્તાગુણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com