________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ વદ ૧૪, બુધ ૧૪-૧-૫૩
પ્ર. -૩૯
અનુભવ વર્ણન
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે. તેનો અનુભવ કરતાં જ્ઞાન કેવી રીતે કામ કરે છે તેનું આ વર્ણન છે. પુદગલકર્મથી પાંચ ઇંદ્રિય ને મનરૂપ શરીર થયેલ છે તેના પ્રમાણમાં જીવ વ્યાપેલો છે, પર્યાયમાં તે-રૂપ પરિણમેલો છે. શરીરમાં વ્યાપેલો છે, તેથી જીવ પણ ઇંદ્રિય ને મનસંજ્ઞા નામ પામે છે.
તે પ્રમાણે ભાવઇંદ્રિય એટલે ખંડખંડ જ્ઞાનના પાંચ ભેદ, તથા પર્યાયમાં મનન-વિચાર કરે તે ભાવમન-એવા છે ભેદ જાણવા દેખવાના વ્યાપારમાં પડ્યા. જ્ઞાન કઈ રીતે વ્યાપે છે તેનું વર્ણન કરે છે. શરીર, ઇન્દ્રિયો ને મન જડ છે, તેમાં આત્મા એકક્ષેત્રે વ્યાપેલો છે. તેના ઉપયોગના છ ભેદ પાડ્યા. તેમાં એક વ્યાપાર એક સમયે એકને જ જાણે-દેખે. આંખનો ઉપયોગ દેખે, મનનો ઉપયોગ વિકલ્પને જાણે. મનના વેપારમાં ભેદ પડ્યો તે મનના પરિણામની હદ છે, તેને ભાવમનનો ભેદ કહ્યો. “દેખ સંત! આને એક જ્ઞાનનું નામ લઈ કથન કરું છું. એ જ્ઞાનકથનથી દર્શાનાદિ બધાય ગુણો આવી ગયા.” અજ્ઞાની ને જ્ઞાની કઈ રીતે જાણે છે તે બતાવે છે.
મન અને ઇન્દ્રિયના નિમિત્તે જે જ્ઞાન કામ કરે છે તેને મતિજ્ઞાન કહે છે. પોતાના કારણે દરેક જ્ઞાન પોત પોતાનું કામ કરે છે. મતિથી વિશેષ કામ કરે તે શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન પોતામાં કામ કરે છે. બન્ને જ્ઞાનપર્યાય મિથ્યારૂપ ને સમ્યરૂપ હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com