________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૮]
[૨૪૫ ને તેના ફળમાં સંયોગ મળ્યા. પુણ્યના ફળના આશ્રયે સુખ માનીશ તો દુઃખી થઈશ, તેથી તારી સિદ્ધિ નથી. જેમ કોઈકની ઋદ્ધિ દેખી જીવ સુખી થતો નથી, તેમ વિકારથી તું સુખી થઈશ નહિ. જૂઠી કલ્પના તને જ દુઃખદાયક છે.
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે. તે સાચું મણિ છે. તેને અજ્ઞાની જાતો નથી. પુણ્ય-પાપ તથા સંયોગો પ્રતિબિંબ સમાન છે. પ્રતિબિંબમાં કાંઈ હાથ આવે તેમ નથી, તેમ અનિત્ય વસ્તુ ને વિકારી ભાવમાં શાંતિ શોધવા જઈશ તો મળશે નહિ. અખંડ વસ્તુ જ્ઞાન ને આનંદરૂપ છે તેને દેખો. તારે બ્રહ્મસરોવર નિત્ય આનંદામૃતના રસથી પરિપૂર્ણ છે. જેના અનુભવથી અમર થઈ જવાય એવો અનુભવ રસ પીઓ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com