________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪]
[ શ્રી અનુભવ પ્રકાશ મેળવો. શાતા-અશાતા ને વિકારની ઉચ્છેદન કરી સ્વાભાવિક ભાવને ધારણ કરી અંતરને વેદો. જેમ મોટી ગંગા વહે છે તેમ આત્મામાં જ્ઞાનધારા વહે છે. જ્ઞાનને લીધે આત્મા જ્ઞાયક કહેવાયો છે. એવા આત્માને જોતાં શાંતિ ને આનંદનો અનુભવ થાય છે. આવા પરમાત્માને તું દેખ.
પણ અનાદિથી વિકારરૂપી અવસ્થાથી લલચાયો છે. પુણ્યપાપની લાગણીમાં લલચાઈ ગયો છે. કુમતિ સખીનો સંગ ચાર ગતિમાં રખડાવશે, માટે વિકારમાં લલચાઈશ નહિ. હું આત્મા ! તારી સ્વાભાવિક નિર્મળ દશારૂપી રાણીના વિયોગથી તું બહુ દુ:ખી થયો છે, હવે વીતરાગી શાંતિને ભોગવો. અતીન્દ્રિય ભોગને ભોગવો, બીજે તુતિ મળશે નહિ. નિજપરિણતિ ઉપાદેય છે. ત્યાં સ્વાભાવિક નિર્વિકલ્પ રસ વરસે છે. ડુંગરમાંથી પાણીનાં ઝરણાં વહે છે, તેમ આત્મામાંથી અવિનાશી શાંતરસ ઝરે છે. તેથી સંસારનો તાપ મટે છે. તારા સ્વભાવનું આચરણ કર.
નાગરવેલના પાનની પીચકારીને પારાગમણિ કલ્પી જૂઠો આનંદ માને છે. ઘૂંકને મણિ કહ્યું છે ને આનંદ માને છે. એવી રીતે પરમાં નિજભાવ કલ્પી જૂઠી હોંસ કરે છે. સંસારમાં છેલ્લા લગ્ન વખતે હોંસ પૂરી કરવાનું માણસો કહે છે તે તો એકલો કપાયરસ છે. હમણાં લહેર છે એમ કહે છે. ચારે તરફ પૈસા વાપરી આકુળતામાં પોતાનો સ્વભાવ કલ્પી હોંસ પૂરી કરે છે, પણ તેમાં તારી હોંસ પૂરી નહિ થાય.
આકાશમાં એક દેવ છે, તેના હાથમાં ચિંતામણિ છે. તેના પ્રતિબિંબને પાણીના વાસણમાં દેખી મનમાં વિચારે કે મને ચિંતામણિ આવ્યું, પણ તે તો પ્રતિબિંબ છે. મનમાં તેને મણિ વિચારીને લાખોનાં મકાન બનાવવાનો વિચાર કરે અથવા લાખો રૂપિયા દેવા કરે તે વ્યર્થ છે. કાંઈ સિદ્ધિ નથી. અજ્ઞાની જીવ કહે કે શુભભાવથી સુખી થઈશું અથવા બાહુબળથી ખૂબ પૈસા કમાયા, હવે નિરાંતે ભોગવશું-એમ મોજ માને છે. તે ચિંતામણિ નથી, ત્યાં તો આકુળતા છે. આત્માની છાયા પુણ્ય-પાપમાં પડી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com