________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૭]
[૨૩૫ અંદર દાટી દે તોપણ વાંધો ન આવે એ ધારણાનું ફળ નથી. અંતર એકાગ્ર થવું તે ફળ છે.
(૬૯) “ધ્યાન સાધક છે ને સમાધિ સાધ્ય છે.” ધ્યાન સાધક છે ને આધિ, વ્યાધિ, ઉપાધિરહિત આત્માની સમાધિ તે ફળ છે.
(૭૦) “આત્મચિ સાધક છે ને અખંડ સુખ સાધ્ય છે.” આત્મા શુદ્ધ આનંદસ્વરૂપ છે, તેની રુચિ સાધક છે ને અખંડ સુખ તે સાધ્ય છે. અખંડપણે આત્માની રુચિ કરે તો સંસારનાં ખંડખંડ સુખ નાશ થઈ, અખંડ સુખ પ્રાપ્ત થાય. લોકો કહે છે કે અમને વિશ્વાસ છે કે મરીને અમે ભગવાન પાસે જઈશું –તે આત્માના વિશ્વાસનું ફળ નથી. આત્માના અખંડ સુખને પ્રાપ્ત કરવું તે ફળ છે.
(૭૧) “નય સાધક છે ને અનેકાંત સાધ્ય છે.” ત્રિકાળી સ્વભાવને જાણે તે નિશ્ચયનય છે, પર્યાયને જાણે તે વ્યવહારનય છે. એમ જાણીને અનેકાંત સિદ્ધ કરવું છે. દ્રવ્યનો દ્રવ્યધર્મ છે. પર્યાયનો પર્યાયધર્મ છે. સંસાર પર્યાયમાં વિકાર છે ને સ્વભાવમાં વિકાર નથી, આમ અનેકાંત સાધ્ય છે.
(૭૨) “પ્રમાણ સાધક છે ને વસ્તુ પ્રસિદ્ધ કરવી સાધ્ય છે.” દ્રવ્ય ને પર્યાય, સામાન્ય ને વિશેષને જાણવું તે પ્રમાણ સાધક છે ને વસ્તુની પ્રસિદ્ધિ થવી તે ફળ છે.
(૭૩) “વસ્તુગ્રહણ સાધક છે, સકલ કાર્યસામર્થ્ય સાધક છે.” આત્મામાં અનંતા દ્રવ્ય-ગુણ-પર્યાય વસ્યા છે તે વસ્તુનું ગ્રહણ સાધક છે, તેનાથી પૂર્ણ કેવળજ્ઞાનદશા સિદ્ધ થયા વિના રહે નહિ. માટે સકલ કાર્યસામર્થ્ય ફળ છે.
(૭૪) “પપરિણતિ સાધક છે ને ભવદુઃખ સાધ્ય છે.” વિકાર સાધક છે તેથી ભવદુઃખનું ફળ મળે છે. દયા-દાનના શુભભાવ કે હિંસા આદિના અશુભભાવ તે બન્ને ભવદુઃખનાં કારણ છે. જ્ઞાનીને દયાદાનાદિનો જરા રાગ રહે તેટલું ભવદુઃખ છે, અજ્ઞાનીને એકલું ભવદુઃખ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com