________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬].
[ શ્રી અનુભવ પ્રકાશ (૭૫) “નિજપરિણતિ સાધક છે ને સ્વરૂપાનંદ સાધ્ય છે.” આત્મા પૂર્ણાનંદસ્વરૂપ છે, એવી પોતાની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતાની પરિણતિ સાધક છે ને સ્વરૂપાનંદ સાધ્ય છે.
આ પ્રમાણે સાધ્ય-સાધક છે. આવા સાધ્ય-સાધકના અનેક ભેદ જાણી આત્માનો અનુભવ કરવો તે ફળ છે. આત્મસ્વરૂપનો આનંદ પ્રગટે તે માટે આ બધા બતાવ્યા છે.
જેટલી શુભાશુભ લાગણી ઊઠે તે કૃત્રિમ છે, ત્રિકાળી ચીજ નથી. આત્મા વસ્તુ સહજ અનાદિસિદ્ધ છે. જેટલી કલ્પના ઊઠે છે તે કર્મના આશ્રયે થાય છે.
“ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર,
અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.” બધી કલ્પના કર્મજન્ય છે. આત્મા નિત્ય વસ્તુ છે. આત્મા અનંત આનંદનું રૂપ છે, અનંતા ગુણોના મહિમાને ધારણ કરે છે. આવા આત્માની સન્મુખ થઈ, રાગરહિત ભાવનાથી શુદ્ધ ઉપયોગ ધારણ કરી, સ્વરૂપ સમાધિમાં લીન થા. આવી રીતે આત્માનો અનુભવ પ્રગટ કરી પરમાત્મદશા પ્રગટ કરો.
હવે કોઈ જાણે કે સ્વરૂપની આવી વાત કઠણ લાગે છે. “આત્મા આનંદને અનુભવી શકે છે,” આવી વાત મોટી છે-એમ કહી કોઈ સ્વરૂપને કઠણ કહે. આજના કાળે સ્વરૂપ સમજવું કઠણ કહેનાર બહિરાત્મા છે. તેને પોતા તરફ વીર્ય વાળવાનું બનશે નહિ. વ્રત પાળવાં ને સાધુપણું લેવું તે સહેલું છે પણ આત્મસ્વરૂપ કઠણ છે-એમ માનનારને સ્વની રુચિ નથી. એક સમયના સંસારથી પાર જે શુદ્ધસ્વરૂપ છે તેને મુશ્કેલ માનનાર સ્વરૂપસન્મુખ જવા માગતો નથી, તે નિમિત્તને સન્મુખ જવા માગે છે. “તમે દ્રવ્યાનુયોગની મોટી મોટી વાતો કરો છો, નિશ્ચયદર્શન, જ્ઞાન, ચારિત્રની તમે વાત કરો છો, તે કઠણ છે. આ કાળે દેવ-ગુરુની ભક્તિ કરો, આ કાળે એનાથી વધારે પમાય એવું નથી,” એમ કહેનાર બહિરાભા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com