________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૪]
[ શ્રી અનુભવ પ્રકાશ (૬૩) “પર દયા સાધક છે, વ્યવહારધર્મ સાધ્ય છે.” પર પ્રાણીને ન મારવાનો શુભભાવ સાધક છે ને તેનું ફળ પુણ્ય છેવ્યવહારધર્મ છે. પરની દયા પાળી શકે છે તે વાત નથી પણ શુભભાવની વાત છે.
(૬૪) “સ્વદયા સાધક છે, નિજધર્મ સાધ્ય છે.” રાગરહિત મારું સ્વરૂપ છે, તે સાધક છે. હિંસાના ભાવ તથા પુણ્ય-પાપ, દયાદાનાદિનો ભાવ છે તે અશુદ્ધ ભાવ છે, તે નિશ્ચયથી સ્વભાવની હિંસા છે. તેનાથી રહિત સ્વની દયા સાધક છે ને નિજધર્મ સાધ્ય છે. પર દયાથી નિજધર્મ સધાતો નથી પણ સ્વદયાથી નિજધર્મ સધાય છે.
(૬૫) “સંવેગાદિ આઠ ગુણ સાધક છે, સમ્યકત્વ સાધ્ય છે.” સંવેગ એટલે મોક્ષનો અભિલાષ, રાગથી ઉદાસીનપણું વગેરે ભાવો સાધક છે ને સમ્યકત્વ સાધ્ય છે. પંચાધ્યાયીમાં આ બોલ આવે છે. નિર્વિકલ્પ આત્માની પ્રતીતિ કરે તો સંવેગાદિ ને નિમિત્ત કહેવાય.
(૬૬) “ચેતનભાવના સાધક છે, સહજસુખ સાધ્ય છે.” ભગવાન આત્માની ભાવના કારણ છે. ચૈતન્યમાં એકાગ્રતા કરવી કારણ છે ને અનાકુળ આનંદ આવવો તે ફળ છે. “આત્મભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન” –આવા શબ્દો ગોખી જવાની વાત નથી. આત્માનો સ્વભાવ જ્ઞાતાદ્રષ્ટા છે તેમ જાણે તો યથાર્થ ભાવના કહેવાય. જાણ્યા વિના ભાવના સાચી હોઈ શકે નહિ. ભાવનાના ફળમાં આનંદ પ્રગટે
છે.
(૬૭) “પ્રાણાયમ સાધક છે ને મનોવશીકરણ સાધ્ય છે.” પ્રાણાયમ સાધક છે, તેના કારણે મનની સ્થિરતા થાય છે, આત્માની સ્થિરતા થતી નથી.
(૬૮) “ધારણા સાધક છે, ધ્યાન સાધ્ય છે.” આત્મા શુદ્ધ ચિદાનંદ છે. એવી ધારણા કરવી તે સાધક છે. ધ્યાનની ધારણાની વાત છે. તેમાંથી ધ્યાન થવું તે સાધ્ય છે. શરીરને જમીનની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com