________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮]
શ્રી અનુભવ પ્રકાશ નથી, માટે કર્મ ખરવાં સાધક છે ને મનોવિકાર વિલય થવો સાધ્ય છે.
(૧૮) ગૃહસ્થને એક વસ્ત્ર લેવાની વૃત્તિ હોય અને મુનિને એક વખત આહાર લેવાની વૃત્તિ હોય ત્યાંસુધી અંતરમાં મમતા રહેલી છે, એમ પ્રસિદ્ધ કરે છે. બાહ્ય પરિગ્રહનો સંગ અંતરના ભાવને પ્રસિદ્ધ કરે છે. અંતર સ્વભાવમાં લીન હોય તેને આહાર લેવાની વૃત્તિ ઊઠતી નથી. મુનિને આહાર લેવાનો વિકલ્પ ઊઠે તે શુભ મમતા છે. માટે પરમાણુમાત્ર પરિગ્રહ સાધક છે ને મમતાભાવ સાધ્ય છે.
(૧૯) ઊંધી શ્રદ્ધા સાધક છે, નવતત્ત્વની તથા દેવ-ગુરુશાસ્ત્રની ઊંધી માન્યતાને મિથ્યાત્વ કહે છે તે સાધક છે ને ચોરાશીમાં ભ્રમણ કરવું તેનું ફળ છે. ચિદાનંદ આત્માને આત્મા ન માને, અજીવને અજીવ ન માને, આસ્રવને આસ્રવ ન માને, અને સંવર-નિર્જરા-બંધને તથા મોક્ષને જેમ છે તેમ ન માને તેને સંસારપરિભ્રમણ થાય છે. ત્રસની સ્થિતિ બે હજાર સાગરની છે તેથી તે પૂરી થતાં નિગોદમાં જશે. વસ્તુ જ્ઞાતાદ્રષ્ટા છે, તેમાં ભવ નથી, પણ વસ્તુસ્વભાવથી વિપરીત માન્યતા કરે તો તેમાં ભવ થાય છે. પુણ્ય-પાપથી રહિત ને મન-વાણીથી જુદા આત્માની પ્રતીતિ નથી ને પુણ્યથી ધર્મ માને, સાચા દેવાદિનો અનાદર કરે, ખોટા દેવાદિનો આદર કરે-એવી મિથ્યામાન્યતાનું ફળ સંસાર છે. માટે મિથ્યાત્વ સાધક છે ને સંસારભ્રમણ સાધ્ય છે.
(૨૦) સમ્યગ્દર્શન ભવરહિત સ્વભાવની પ્રતીતિ કરે છે. ત્રિકાળી સ્વભાવમાં વિકાર ટાળવાનો સ્વભાવ છે એવા આત્મામાં ભવ નથી. એમ સમ્યગ્દર્શને, સ્વીકાર્યું, તે સમ્યગ્દર્શન વિકારને સ્વીકારતું નથી, પણ ત્રિકાળી સ્વભાવને સ્વીકારે છે; માટે સમ્યકત્વ સાધક છે ને મોક્ષ થવો સાધ્ય છે.
(૨૧) કાળલબ્ધિ = નિજપરિણામની પ્રાપ્તિ સ્વાશ્રયથી થવી તે કાળલબ્ધિ છે. પોતાના સ્વભાવના પુરુષાર્થનો કાળ આવે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com