________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૫ ]
[ ૨૧૭
વિના શરીર ઉપર રહેલાં છે, તો તે મિથ્યાદષ્ટિ છે. સ્વરૂપે નગ્ન એટલે ચિદાનંદ . આત્મામાં વસ્ત્ર સંબંધી રાગનો નાશ ને બાહ્યમાં વસ્ત્રનો અભાવ એટલે કે શરીરની નગ્ન અવસ્થા-આમ બન્નેનો મેળ હોય તો સાક્ષાત્ મોક્ષ સાધે.
દ્રવ્યભાવ એટલે બાહ્યથી નગ્ન ને પાંચ મહાવ્રતાદિના પરિણામ ને અંતરમાં લીનતારૂપી પરિણામવાળાનો મોક્ષ થાય છે. જેને ભાવસ્વરૂપનું ભાન ન હોય તેને કેવળજ્ઞાન થાય નહિ ને જેને ભાન હોય ને અંતરસ્થિરતા વધે ત્યારે બાહ્ય શરીર નગ્ન ન હોય એમ બને નહિ. માટે બન્ને વાત કરેલ છે. હાથીના હોદ્દે બેસીને તથા ગૃહસ્થદશામાં કેવળજ્ઞાન પામે તે વાત ખોટી છે, માટે દ્રવ્યલિંગ ને ભાવિત સ્વરૂપભાવ સાધક છે ને સાક્ષાત્ મોક્ષ સાધ્ય છે.
(૧૬) અંતરમાં વિકાર રહી જાય ને કેવળજ્ઞાન થઈ જાય એમ બને નહિ. ચિત્તનો સંગ બિલકુલ-સર્વથા છૂટે નહિ ત્યાંસુધી કેવળજ્ઞાન થાય નહિ. ગુણગુણીના ભેદનો વિકલ્પ પણ ભાવિત મનોવિકાર છે, વિકારનો વિલય થવો સાધક છે ને પૂર્ણદશા સાધ્ય છે. આગલા બોલમાં વસ્ત્રાદિનો સંગ કાઢી નાખ્યો. આ બોલમાં મનના સંગની વાત કરે છે. છાતીમાં દ્રવ્યમન ખીલેલા કમળના આકારે સૂક્ષ્મ છે, તેના નિમિત્તે થતો વિકાર આત્માના ભાનથી અને સ્થિરતાથી નાશ પામે છે. માટે ચિત્તના સંગનો વિલય થવો સાધક છે ને કેવળજ્ઞાન સાધ્ય છે.
(૧૭) દ્રવ્યકર્મ જડ છે, તેના તરફ જીવ લક્ષ કરે તો વિકાર થાય ને સ્વભાવ તરફ લક્ષ કરે તો વિકાર ન થાય. પૌદ્ગલિક કર્મ ખરવાં સાધક કહ્યાં છે તે નિમિત્તથી વાત કરે છે. જ્યારે પુદ્દગલકર્મ જાય ત્યારે નૈમિત્તિકદશા વિકારની જાય જ છે. નૈમિત્તિક વિકારી દશા ટળ્યા વિના પુદ્દગલ કર્મ ખર્યું કહેવાય નહિ.
જીવ પુદ્દગલકર્મના વિપાકમાં જોડાય તો વિકાર ઊપજે છે, તેથી પુદ્ગલકર્મ ખરી જાય છે ત્યારે નૈમિત્તિક મનોવિકાર હોતો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com