________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨ ]
[ શ્રી અનુભવ પ્રકાશ ગણેલ છે. માટે મિથ્યાષ્ટિનો શુભોપયોગ સાધક નથી. સમ્યગ્દષ્ટિના શુભ ઉપયોગને મોક્ષની પરંપરા સાધક કહેલ છે.
(૮) જ્યાં અંતરાત્મા જેવદ્રવ્ય સાધક છે, ત્યાં અભેદ જીવ પરમાત્મરૂપ સાધ્ય છે. સાધક જીવ ભેદજ્ઞાન દ્વારા આત્માને રાગથી જુદો જાણે ને સિદ્ધ સમાન પ્રતીતિગોચર કરે, પરથી જુદો પાડી સ્વભાવસમ્મુખ રહે ત્યારે પોતે સાધક છે ને પોતે જ આત્મા અભેદ પરમાત્મા સાધ્ય છે. રાગથી ને પુણ્યથી જુદા પાડવાનું જ્ઞાન કરવું તે સાધક છે ને પૂર્ણદશા પરમાત્મા રૂપે અભેદ થવું તે સાધ્ય છે. ભેદજ્ઞાન સાધક છે ને અભેદ પરમાત્મા સાધ્ય છે.
(૯) જ્યારે આત્મામાં અંશે રમણતા થાય છે ત્યારે અભેદ જ્ઞાનમૂર્તિ આત્મા મોક્ષસ્વરૂપને સાધે. જ્ઞાન અને આનંદ દશા મારામાં ભરેલી છે–એવો શુભોપયોગ સાધક ને જ્ઞાનની એકતા થવી તે સાધ્ય છે. જ્ઞાનની પૂર્ણતારૂપી મોક્ષ સાધ્ય છે. પરથી ભેદ પડીને સ્વભાવ અંશે પ્રગટયો, તે અંશ પરિણમતો પરિણમતો પૂર્ણદશારૂપે થાય તે સાધ્ય છે. અંતરાત્માનું ફળ પરમાત્મા છે. મોક્ષમાર્ગનું ફળ અભેદ જ્ઞાનરૂપ થવું તે છે. તેનું ફળ રાજ્યપદ નથી, તેનું ફળ પૈસા કે દેવલોક નથી. અંતરાત્માનું ફળ દેવ-ગુરુ-શાસ્ત્રનું નિમિત્ત મળવું તે નથી; અંતરાત્માનું ફળ તો પરમાત્મા છે. પરથી ભેદજ્ઞાનની દષ્ટિ થઈ તે સાધન છે ને એકરૂપ જ્ઞાન થઈ કેવળજ્ઞાન પ્રગટી આત્મા સાથે અભેદ થવું તે સાધ્ય
(૧૦) ચોથ, પાંચમે ને છ ગુણસ્થાને જઘન્ય જ્ઞાન છે. તે જઘન્ય જ્ઞાનથી ઉત્કૃષ્ટ જ્ઞાન પમાય છે. રાગ, વિકલ્પ કે પુણ્યથી ઉત્કૃષ્ટ જ્ઞાન થતું નથી. એ વાત સિદ્ધ કરે છે. થોડું જ્ઞાન એટલે કયું જ્ઞાન ? શાસ્ત્રનું જ્ઞાન નહિ પણ રાગ અને મનના અવલંબન વિનાનું, આત્માના આશ્રયે પ્રગટતું જે જઘન્ય જ્ઞાન તેનાથી કેવળજ્ઞાન થાય છે. ખૂબ ભક્તિ કરે ને કરોડ વરસ સુધી પાંચ મહાવ્રત પાળે તોપણ તેવા પરિણામથી જઘન્ય જ્ઞાન ઉત્કૃષ્ટ જ્ઞાનરૂપ થતું નથી એમ બતાવવું છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com