________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૪].
[ ૨૧૧ ને મોક્ષ થવાનો છે. વિકલ્પનો દષ્ટિમાં નિષેધ છે ને સ્વભાવના આશ્રયે અશુભનો નિષેધ થયો છે ને જરા શુભ રહ્યો છે તે તૂટીને વીતરાગ થશે માટે તેના શુભને પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે.
સમ્યગ્દર્શન વિનાનો શુભોપયોગ સંસાર સુખ આપે, લાખો રૂપિયા આપે, બૈરાં-છોકરાંનો સંયોગ આપે પણ તે આત્માના અમૃતને લૂટે છે. મિથ્યાષ્ટિ જીવ સાધુ થાય ને શુભ પરિણામ કરે તો સંસારનું સુખ આપે પણ તેને ધર્મ થાય નહિ. અજ્ઞાની શુભરાગની ક્રિયાથી ધર્મ માને છે. તેવા જીવને આત્માનો લાભ જરાપણ ન થાય, બહુ તો ભવનપતિ કે વ્યંતર દેવ થાય. આત્માના ભાન વિના ગુણગુણી ભેદના વિચાર કર્યો, કાંઈક શુભ કરીએ તો ધર્મ પમાય તેમ માન્યું, પણ મારું
સ્વરૂપ ચિદાનંદ જ્યોત છે એવું ભાન કર્યું, તે જીવ બાર બાર માસના ઉપવાસ કરે, સાચા સંતોને આહાર આપે તો પુણ્ય બાંધે પણ ધર્મ પામે નહિ. અક્રિય આત્માના ભાન વિના જીવને ક્રિયારૂપ શુભભાવ, ભક્તિના શુભભાવ ને ગુણ-ગુણીના શુભભાવથી કદાચ રાજ્યપદ મળે ને મોટો તાલુકદાર થાય પણ ધર્મનું ભાન નહિ હોવાથી હળવે હળવે નીચે જાય. વીતરાગે કહેલો શુભ પરિણામ કરે તો કદાચિત્ દેવ-ગુરુ-શાસ્ત્રનું નિમિત્ત મળી જાય. તેનું શ્રવણ પણ મળે પણ સમ્યગ્દર્શન તો આત્માનો આશ્રય કરે તો જ પામે. સમવસરણમાં જીવ અનંતવાર જઈ આવ્યો, તે પૂર્વના શુભભાવને લીધે છે. સ્વભાવની પ્રાપ્તિ તો આત્માના આશ્રયથી જ થાય છે. ભગવાન મળ્યા માટે ધર્મ થાય છે એમ નથી, કારણ વિના કાર્ય થાય નહિ એ નિયમ છે. જ્યારે જીવ સમ્યગ્દર્શન પામે ત્યારે સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્ત રૂપે હોય છે. કુદેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્તે ધર્મ પામે એમ બને નહિ. સાચા દેવાદિન નિમિત્તકારણ વિના સમ્યગ્દર્શનરૂપ કાર્ય થાય નહિ. એમ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું. આ પ્રમાણે શુભોપયોગ સાધક છે ને પરંપરા મોક્ષ સાધ્ય છે. સમ્યગ્દષ્ટિ શુભભાવનો નાશ કરીને મોક્ષે જાય છે, માટે સાધક કહ્યો છે. મિથ્યાષ્ટિ નવમી રૈવેયકે ગયેલો ત્યારે પૂર્વે બ્રહ્મચર્ય આદિના પરિણામ કરેલ, પણ ચિદાનંદ આત્માના ભાન વિનાના શુભભાવને નિરર્થક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com