________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦]
[ શ્રી અનુભવ પ્રકાશ સ્વામી છું, અસંખ્ય પ્રદેશ મારું ક્ષેત્ર છે, ચેતના મારી રાણી છે- એમ ગુણગુણીના ભેદનો વિચાર કરવો તે પુણ્યબંધનું કારણ છે.
આમ ત્રણ ભેદો સાતિશય છે ને ત્રણ નિરતિશય ભેદ સહિત છ પ્રકારે છે. સમ્યકત્વ સહિત છે તે સાતિશય છે. ધર્મીને (૧) ક્રિયારૂપ, (૨) ભક્તિરૂપ અને (૩) ગુણગુણી ભેદ વિચારરૂપ શુભભાવ સાતિશય પુણ્યનું કારણ છે. તે વિકલ્પ તૂટીને વીતરાગતા થશે, માટે તેને સાતિશય કર્યું છે. હું ચિદાનંદ છું, સાક્ષી છે, જગતનો જ્ઞાતા છું, રાગમાં મારો પ્રવેશ નથી ને મારામાં રાગનો પ્રવેશ નથી. –એમ માનનાર જીવને પુણ્યાનુબંધી પુણ્ય થાય છે. જેને આત્માનું જ્ઞાન નથી, તે ક્રિયામાં કે ગુણગુણી ભેદનો વિચારમાં ધર્મ માને છે. તે નિરતિશય ભેદ સહિત છે, તેને પુણ્ય બંધાય છે, પણ ધર્મ થતો નથી. મિથ્યાદષ્ટિને ગુણગુણી ભેદનો વિચાર આવે છે પણ તેમાં ધર્મ માનીને અટકી જાય છે.
શાસ્ત્રમાં અનેક પ્રકારે દરેક ગુણનું વર્ણન આવે છે -
(૧) અભેદ અપેક્ષાએ દરેક ગુણ બધા ગુણોમાં વ્યાપેલો છે માટે દરેક ગુણ બ્રાહ્મણ છે. - (૨) દરેક ગુણ પોતાનું રક્ષણ કરે છે, માટે દરેક ગુણ ક્ષત્રિય
(૩) દરેક ગુણ પોતાના વેપારની રીત મૂકતો નથી, માટે દરેક ગુણ વૈશ્ય છે.
(૪) દરેક ગુણ સ્વસહાયપણે નિજગુણની સેવા કરે છે, માટે દરેક ગુણ શૂદ્ર છે.
(૫) વળી દરેક ગુણ પોતાના ગુણ છોડતો નથી ને સ્વગૃહમાં રહે છે માટે દરેક ગુણ ગૃહસ્થ છે.
(૬) વળી જ્ઞાન જ્ઞાનનું રૂપ છોડે નહિ, દર્શન દર્શનનું રૂપ છોડે નહિ, ચારિત્ર ચારિત્રનું રૂપ છોડે નહિ. દરેક ગુણ પોતાના રૂપમાં સ્થિત છે, માટે તેને વાનપ્રસ્થ કહે છે.
આવા અનંતા ગુણોનો ભંડાર આત્મા છે. એવા ભાવવાળાની દષ્ટિ શુદ્ધ સ્વભાવ ઉપર છે. તેથી તેનો વિકલ્પ તૂટી જવાનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com