________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૪].
[૨૦૯ તેમની મુદ્રા એવી શાંત છે કે વચન બોલ્યા વિના મોક્ષમાર્ગ દર્શાવે છે. તે મુનિ ૨૮ મૂલગુણનું પાલન કરે છે, તેમને નગ્નદશા હોય છે. મારા માટે આહાર બનાવેલ હુશે એવી શંકા મુનિને પડે તો આહારનો વિકલ્પ તોડી નાખે. આવા મુનિ મુક્તિનું નિમિત્તકારણ છે. ધર્મી જીવ જાણે છે કે મારો શુદ્ધ આત્મા ઉપાદાનકારણ છે, તેમાં મુનિ નિમિત્તકારણ છે. ધર્મી જીવ તેવા મુનિની ભક્તિ કરે છે. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ માટે ધર્મીને એવો પ્રેમ ઊછળી જાય કે “કઈ વિધિએ પૂછું ને કઈ વિધિએ આદર કરું,” એવો ઉલ્લાસ આવી જાય છે. દેવ-ગુરુ-શાસ્ત્રની તેવી ભક્તિ સાધક છે ને મનમાં અસ્થિરતા ટાળવી ને સ્થિરતા કરવી તે સાધ્ય છે. અહીં શુભ પરિણામની વાત છે. ધર્મી જાણે છે કે આ શુભ વિકાર છે, બંધનું કારણ છે, અશુભ ટાળી શુભભાવ આવ્યા વિના રહેતો નથી.
(૭) શુભ ઉપયોગ સાધક છે ને પરંપરા મોક્ષ સાધ્ય છે. આત્મામાં કષાય મંદતાના પરિણામ થાય, તેને શુભ ઉપયોગ કહે છે. તેના ત્રણ ભેદો છે:
(1) ક્રિયારૂપ:- દયાનો ભાવ, બ્રહ્મચર્યનો ભાવ, પરિગ્રહરહિતનો ભાવ વગેરે પંચ મહાવ્રતનો ભાવ, અચલપણે રહેવાનો ભાવ, તે ક્રિયા છે. આત્મદષ્ટિ થઈ છે તેને દયા, વિનય, ભક્તિ વગેરેના શુભભાવ થાય તે ક્રિયા છે. વીતરાગદેવે જે રીતે શુભની ક્રિયા વર્ણવી છે તે ક્રિયારૂપ પરિણામ શુભ ઉપયોગ છે ને તે પરંપરા કારણ કહેવાય છે કારણ કે આવા રાગનો અભાવ કરીને મોક્ષદશાને પ્રાપ્ત કરશે.
() ભક્તિરૂપઃ- દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરવી તે શુભ ઉપયોગ છે, સંસારનો રાગ અશુભ ઉપયોગ છે. તે બંને રહિત આત્માના આશ્રયે થતાં પરિણામને શુદ્ધ ઉપયોગ કહે છે ને તે સાક્ષાત્ મોક્ષનું કારણ છે. શુભ ઉપયોગ મોક્ષનું પરંપરા કારણ છે.
(વ) ગુણ-ગુણી ભેદ વિચારરૂપ:- હું આત્માં ગુણી છું, મારામાં અનંતા ગુણો છે, મારી શિવરૂપી લક્ષ્મીનો હું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com