________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૦]
શ્રી અનુભવ પ્રકાશ થાય તેને અંગીકાર કરું એવો વિચાર ચાલે છે. ભવભોગાદિ વિરતિ કાર્યકારી છે ને સમ્યગ્દર્શનભાવ ઉપાદેય છે.
અહીં વ્યવહારનું સાધ્ય દ્રવ્ય છે એમ કહેવું નથી તેમ જ વ્યવહારથી નિશ્ચય પ્રગટે છે એમ પણ કહેવું નથી. સાધ્ય-સાધક બન્ને પર્યાયમાં છે તેની વાત છે. વ્યવહારનો વિકલ્પ ઊઠયો તેની વિચારશ્રેણી ચાલે છે અહીં આવા વ્યવહારની વાત છે, બીજા વ્યવહારની વાત નથી. આથી વિપરીત વ્યવહાર હોય તેનો વ્યવહાર ખોટો છે. જેવાં સાત તત્ત્વો કહ્યાં છે તેવાં યથાર્થ જાણે તે વ્યવહારની વાત છે. કોઈ પણ ભાવને ભલો જાણે તો તેનો વ્યવહાર સાચો નથી. ભવથી વિરતિ કાર્યકારી જાણેલ છે ને આત્માનું સમ્યક આચરણ ઉપાદેય જાણેલ છે. આવો વ્યવહાર જાણી પોતાના સ્વરૂપમાં ઢળ્યો, તેથી વિકલ્પ અટકી જાય છે. આ હેય છે ને આ ઉપાદેય છે–એવો વિચાર મનના સંબંધે ચાલતો હતો તે વ્યવહાર અટકી ગયો. આમ ઇન્દ્રિય ને મન તરફનો ઉપયોગ અટકીને નિજસ્વરૂપને સમ્યક અનુભવે તે તેનું સાધ્ય છે. વ્યવહારની મર્યાદા, નિશ્ચયપરિણતિની મર્યાદા ને નિશ્ચયપરિણતિ જે દ્રવ્યના આશ્રયે થાય તે દ્રવ્યનું જ્ઞાન-આમ ત્રણેનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. આવા જ્ઞાન વિના સમ્યગ્દર્શન થાય નહિ. ભગવાન આત્મા નિર્વિકલ્પ સ્વરૂપે પડયો છે. અંતરમાં ઢળતાં વ્યવહાર અટકી જાય છે, જ્ઞાનને શુદ્ધપણે અનુભવે તે સાધ્ય છે ને તે મોક્ષમાર્ગ છે. તે વખતે નિજશ્રદ્ધા સમાન કરે ત્યારે તેમાં સાત તત્ત્વના વિચારનો ભેળસેળ નથી. એવું નિજ શુદ્ધતત્ત્વ એકલું શુદ્ધતત્ત્વ અનુભવગમ્ય કરે. હું ચિદાનંદ પરમાત્મા છું, જ્ઞાયકસૂર્ય છે એવી શ્રદ્ધા કરે. પ્રથમ રાગરહિત આવી શ્રદ્ધા હતી તે વ્યવહાર હતો. તે વ્યવહાર છૂટી નિર્વિકલ્પ દશા થઈ ને નિશ્ચયસમ્યગ્દર્શન થયું.
હું જ્ઞાયક છું, એવું જાણપણું એકલા જ્ઞાનની જાતિથી જાણે, જ્ઞાનને પુણ્યના વિચાર વિનાનું એકલું કરે. થોડા સમ્યકજ્ઞાન વડે આખા જ્ઞાનની પ્રતીતિ આવી. એક અંશ જ્ઞાનમાં પૂર્ણ જ્ઞાનની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com