SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૨ ] [ ૧૯૭ તે પર્યાયને સમ્યક્ભાવ સિદ્ધ કરે છે. જે પરિણમન થયું તે તેમ જ છે, બીજી રીતે નથી. આમ સમ્યભાવ નક્કી કરે છે. આ રીતે આત્મદ્રવ્યની દ્રવ્યજાતિ, ગુણની ગુણજાતિ ને પર્યાયની પર્યાયજાતિ સભ્યભાવથી સિદ્ધ થાય છે. (૨) શુદ્ધોપયોગ પરિણતિ સાધક છે. પરમાત્મા સાધ્ય છે. સમ્યગ્દષ્ટિ સમજે છે કે શુદ્ધોપયોગ સાધક છે પણ પુણ્ય-પાપ સાધક નથી, નિમિત્ત સાધક નથી. રાગ-દ્વેષ રહિત ચારિત્રની શુદ્ધ પરિણતિ સાધક છે ને પરમાત્મા થવું તે તેનું ફળ છે. ચિત્તના સંગ વિનાની જ્ઞાન ને આનંદની પરિણતિની વાત છે. દ્રવ્યમનનો સંગ થઈને હિંસાદિ અથવા દયા-દાનાદિની વૃત્તિ ઉઠે તે બંધનું કારણ છે. આત્માનો સંગ બંધના અભાવનું કારણ છે. હું જ્ઞાનાનંદ છું એવા અંતર્સ્વભાવના સંગથી શુદ્ધોપયોગ થાય છે. દયા-દાનથી કે ભગવાનના સંગથી શુદ્ધોપયોગ થતો નથી. શુદ્ધોપયોગ સાધન છે ને તેનું કાર્ય પરમાત્મપણું છે. ત્રિકાળી દ્રવ્યના સંગે શુદ્ધો પયોગ થાય છે. દેવ-ગુરુ-શાસ્ત્રનાં સંગથી શુદ્ધોપયોગ થાય છે એમ નથી. તારી નિજ જાત તો દ્રવ્ય-ગુણ શુદ્ધ છે ને પર્યાયનો અંશ દ્રવ્ય સાથે અભેદ થાય તે શુદ્ધોપયોગ છે. સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર સાથે જોડાય તો શુભોપયોગ છે ને બૈરાં-છોકરાં વગેરે અશુભ નિમિત્ત સાથે જોડાય તે અશુભોપયોગ છે, તે બન્ને અશુદ્ધ છે. શુભાશુભ પરિણામથી રહિત થઈને આત્મા સાથે જોડાય તે શુદ્ધોપયોગ છે. આત્માનાં શ્રદ્ધા-જ્ઞાન કરીને વર્તમાન પર્યાય સ્વભાવ તરફ ઢળી છે એ અપેક્ષાએ તેને સર્વરૂપ શુદ્ધોપયોગ કહી દીધો. જ્ઞાનદર્શન જે ઊઘડયું છે તે શુદ્ધ જ છે, માટે સર્વરૂપ શુદ્ધોપયોગ કહ્યો. શુદ્ધોપયોગ વડે સિદ્ધ થવાય છે સમ્યગ્દર્શને શુદ્ધ આત્માની પ્રતીતિ કરી છે ને જ્ઞાન આત્મામાં વળેલ છે. એ અપેક્ષાએ તેને સર્વરૂપ શુદ્ધોપયોગ કહ્યો. હવે ચારિત્રની વાત કરે છે. જ્ઞાન-દર્શન ઉપયોગના બાર ભેદો આવે છે. તે જાણવા-દેખવાના અર્થમાં ઉપયોગ છે તેમાં શુદ્ધ કે અશુદ્ઘ ઉપયોગની Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008208
Book TitleAnubhav Prakasha Pravachan
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy