________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૧]
[ ૧૮૯ પ્રથમોપશમ સમ્યકત્વ ગ્રહણ કરવાને યોગ્ય થાય છે. –તે પ્રથમ કાળલબ્ધિ.
(૨) કર્મલબ્ધિ:- જે વિશુદ્ધપરિણામને વશે કર્મનો બંધ અંત:ક્રોડાકોડી સાગરની સ્થિતિનો પડે તથા સત્તામાં રહેલાં કર્મો કર્મબંધની સ્થિતિથી સંખ્યાત હજાર સાગર ઓછાં રહી જાય, ત્યારે જીવ પ્રથમોપશમસમ્યકત્વ ગ્રહણને યોગ્ય થાય છે. -તે બીજી કાળલબ્ધિ છે.
(૩) ભવલબ્ધિઃ - જે ભવ્ય જીવ સંજ્ઞી પંચેન્દ્રિય હોય, પર્યાપ્ત અવસ્થા સહિત હોય, બધાથી વિશુદ્ધપરિણામી હોય તે પ્રથમોપશમસમ્યકત્વ ઉત્પન્ન કરે છે–તે ત્રીજી ભવની અપેક્ષાએ કાળલબ્ધિ છે.
આ ત્રણ સર્વજ્ઞ જોયેલી વાત છે. તે પોતાના આત્માની વાત છે. પોતાના માટે વિચાર કરે ત્યારે પર્યાય સ્વ તરફ વળે છે, પણ અર્ધપુદ્ગલપરાવર્તનકાળ તરફ કે કર્મ તરફ જતો નથી. તેને તો માત્ર જ્ઞાન કરાવ્યું છે. પોતા તરફ વળે છે, તેને અર્ધપુદ્ગલપરાવર્તન કાળ હોતો નથી, પણ બીજા કોઈ તેવા જીવો હોય તો તેનું જ્ઞાન કરાવેલ છે.
જે જીવ પોતા તરફ વળે છે તેને અર્ધપુદ્ગલપરાવર્તન કાળની સ્થિતિ રહેતી નથી, તેવા જીવને કર્મની સ્થિતિ લાંબી હોતી નથી, તેમ જ ઘણા ભવ હોતા નથી.
સ્વભાવનું સાધન કરી મારા સ્વરૂપને સાધ્ય કર્યું છે એટલે મારી કાળલબ્ધિ પાકી ગઈ છે. જ્ઞાતાદરા છું-એવા સ્વભાવનું સાધન કર્યું, ત્યારે કાળલબ્ધિ નિમિત્ત કહેવાય. પોતાના જ્ઞાતાદષ્ટા સ્વભાવના આશ્રયે ધર્મ થાય છે. કોઈ નિમિત્તને સાધન કહ્યું નથી. કર્મની સ્થિતિ ઘટી છે અથવા અર્ધપુદ્ગલની અંદરમાં છે માટે સ્વરૂપનું સાધ્ય કર્યું છેએમ કહ્યું નથી. કર્મો ઉપર અમારે જોવાનું નથી. માત્ર સ્વભાવ સામે જોવાનું છે. કર્મોની સ્થિતિ ઘટે વગેરે નિમિત્તનું જ્ઞાન સાચું ક્યારે થાય?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com