________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮]
[ શ્રી અનુભવ પ્રકાશ સાધક છે ને તેનું ફળ મોક્ષ છે. દષ્ટિમાં ધ્યેય તો દ્રવ્ય છે પણ અહીં પર્યાયમાં કારણ-કાર્ય બતાવે છે.
(૨૨) જ્યાં કાળલબ્ધિ સાધક છે ત્યાં દ્રવ્યનો તેવો જ ભાવ થવો તે સાધ્ય છે. જ્યાં વર્તમાન પર્યાયનો પુરુષાર્થ સાધક છે ત્યાં દર્શન-જ્ઞાન વગેરે ગુણોનો તેવો જ ભાવ થવો તે સાધ્ય છે.
એકલા કાળ અનુસારની દૃષ્ટિ સાચી હોઈ શકે નહિ. ધર્મીની દષ્ટિ કાળ ઉપર નથી. કાળલબ્ધિથી વાત કરી છે તે નિમિત્તથી વાત કરી છે. તે સમયના કાળ ઉપર જેની દષ્ટિ છે તેને નિમિત્ત ઉપર દૃષ્ટિ છે પણ મોક્ષમાર્ગી જીવની દષ્ટિ દ્રવ્ય ઉપર છે. જે કાળે જે થવાનું છે તે થશે તેમ માનનારની દૃષ્ટિ દ્રવ્ય ઉપર છે. કાળલબ્ધિનો નિર્ણય કરનાર વિકલ્પને, રાગને કે પર્યાયને અનુસરતો નથી પણ સ્વભાવને અનુસરે
છે.
કાળ અનુસાર મુક્તિ થશે તેમ માનનારની સિદ્ધિ ક્યારે? તેની દષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર હોય તો દ્રવ્યનો તેવો જ ભાવ થવો સાધ્ય છે. તે ક્યારે સાધ્ય થાય? કાળ ઉપર ને પર્યાય ઉપર નજર જાય છે? જો કાળ ને પરદ્રવ્ય ઉપર નજર કહો તો કાળ અથવા પરદ્રવ્ય અનુસાર મોક્ષ નથી. વળી કાળને સ્વપર્યાય કહો તો પોતાની પર્યાયને અનુસરવાથી પણ મોક્ષ નથી. પોતાની પર્યાય નિમિત્ત, રાગ કે બીજી પર્યાયને અનુસરતી નથી પણ સ્વભાવને અનુસરે છે. મોક્ષમાર્ગીનું ધ્યાન ક્યાં છે? કાળ ઉપર છે? ના, પર્યાય ઉપર છે ? ના; માત્ર દ્રવ્ય ઉપર લક્ષ છે. આમ દ્રવ્ય ઉપર લક્ષ હોવાથી દ્રવ્યનો તેવો જ ભાવ થવો સાધ્ય છે. દર્શન-જ્ઞાન-ચારિત્રનું દ્રવ્ય તરફ વળવું તે તેનું ફળ છે. એકલા કાળ તરફ વળવું તે તેનું ફળ નથી. કોની કાળલબ્ધિ ? કાળની પ્રાતિ એટલે શું ? પરદ્રવ્યની પ્રાપ્તિ ? વિકલ્પની પ્રાપ્તિ ના. કાળલબ્ધિ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ. તે ક્યારે થાય? સ્વભાવ તરફ વળે તો થાય તેમ છે.
શાસ્ત્રમાં ત્રણ પ્રકારે કાળલબ્ધિ કહી છે.
(૧) કાળલબ્ધિઃ - કર્મસહિત આત્માને-ભવ્ય જીવને અર્ધપુદ્ગલપરાવર્તન કાળ જેટલો સંસાર બાકી રહે, ત્યારે તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com