SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૦] [ શ્રી અનુભવ પ્રકાશ સ્વરૂપસાધનનું જ્ઞાન કરે ત્યારે અંતરમાં ધર્મરૂપી નૈમિત્તિક દશા થઈ, ત્યારે કાળલબ્ધિ નિમિત્ત કહેવાય. કાળલબ્ધિનું જ્ઞાન કરાવ્યું, પણ રાગથી કે કાળથી સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. આ સાધ્ય-સાધક ભાવ જાણતાં અંતરૂપરિણતિ સહજ સાધ્ય થાય છે. હવે તેનો વિસ્તાર કરે છે. (૧) હું મનુષ્ય છું-એમ માનવું તે મિથ્યાભાવ છે. ત્યાં બહિરાત્મપણું સિદ્ધ થાય છે. હું દેવ છું ને હું નારક છું, હું ઢોર છું, આ શરીર મારું છે, શરીરની ક્રિયાથી લાભ થશે, નમસ્કારના જાપથી મને લાભ થશે-એમ માનવું તે મિથ્યાભાવ છે. એનું ફળ બહિરાત્મપણું છે. પુણ્ય-પાપરૂપ વિકારીભાવને પોતાના માનવા તે મિથ્યાભાવ છે. જ્ઞાયક સ્વરૂપથી જે બાહ્ય ભાવ છે તેમાં તન્મય થવું તે મિથ્યાભાવ છે. દયા, દાન, કામ, ક્રોધાદિના રાગભાવથી રંગાઈને શરીર, બૈરાં-છોકરાં ને દેવગુરુ-શાસ્ત્રને લીધે લાભ માનવો તે મિથ્યાભાવ છે. આ અગૃહીત મિથ્યાત્વની વાત કરી અગૃહીત મિથ્યાત્વને ગૃહીત મિથ્યાત્વ સાધે છે. તે કેવી રીતે સાધે છે તે કહીએ છીએ. અતત્ત્વશ્રદ્ધાન મિથ્યાદર્શન છે, અયથાર્થ જ્ઞાન મિથ્યાજ્ઞાન ને અયથાર્થ આચરણ તે મિથ્યાઆચરણ છે. આ દેવ-દેવી મને તારવામાં નિમિત્ત છે એમ માને તે ગૃહીત મિથ્યાત્વ છે. સર્વજ્ઞને સુધા, તૃષા, રોગ છે–એમ માનવું તે ગૃહીત મિથ્યાત્વ છે. કોઈ કહે કે દીકરા માટે ભક્તિ કરે ને દેવ-દેવલાને માને તો? તે બધું પાપ છે. અહીં તો કહે છે કે સર્વજ્ઞને સુધાવાળા માનીને દેવ તરીકે સ્વીકારે તેને અગૃહીત મિથ્યાત્વ તો છે જ પણ ગૃહીત મિથ્યાત્વ પણ છે. તેવો મિથ્યાભાવ બહિરાત્મપણું બતાવે છે, તેને અંતરદૃષ્ટિ થઈ નથી, તેને ધર્મ થતો નથી. વળી વસ્ત્ર-પાત્ર રાખે તેને ગુરુ માનવા તે મિથ્યાત્વ છે. વળી મુનિ નામ ધરાવીને તેની ભૂમિકા અનુસાર કષાય છોડયા Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008208
Book TitleAnubhav Prakasha Pravachan
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy