________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ વદ ૬, મંગળ ૬-૧-૫૩
પ્ર. -૩૧
આત્માની પ્રતીતિ, જ્ઞાન ને રમણતારૂપી ધર્મને અનુભવપ્રકાશ કહે છે. જે કારણો અહીં બતાવે છે તેનો યથાર્થ જ્ઞાન વિના અનુભવ ન હોય.
(૧૪) આત્મા શુદ્ધ ચિદાનંદ છે. તેની સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ દશા થવી તે ગુણમોક્ષ છે. આત્માના અનંત ગુણોની નિર્મળતા થઈ, પછી તેને કર્મનો નાશ થઈ દ્રવ્યમોક્ષ થાય છે અર્થાત્ સિદ્ધદશા થાય છે. માટે ગુણમોક્ષ સાધક છે ને દ્રવ્યમોક્ષ સાધ્ય છે.
(૧૫) આત્મામાં એવો જોરથી પુરુષાર્થ ઉપાડે કે તે જ ભવમાં કેવળજ્ઞાન પ્રગટાવે તેને ક્ષપકશ્રેણી કહે છે. તેમાં કર્મનો ક્ષય થાય છે. તેવી શ્રેણીવાળાને તે જ ભવે સાક્ષાત્ મોક્ષ થાય છે. ઉપશમશ્રેણીવાળાને ભવ બાકી રહે છે, આત્મામાં ક્ષાયિક શ્રદ્ધા પ્રગટ કરી ઉગ્ર પુરુષાર્થ કરે તેને કેવળજ્ઞાન થાય જ છે. માટે ક્ષપકશ્રેણી સાધક ને તભવમોક્ષ સાધ્ય છે.
(૧૬) દ્રવ્યથી નગ્ન દિગંબર દશા ને ભાવથી સ્વરૂપની પ્રાપ્તિનો લાભ અંતરમાં ત્રણ કષાય ટળી અકષાય દશા થવી તેવો સાક્ષાત્ દ્વત વ્યવહાર સાધક છે. તેનાથી સાક્ષાત્ મોક્ષ થાય છે. શરીરની નગ્ન દશા વિના મોક્ષ થાય નહિ ને રાગ વખતે પાંચ મહાવ્રતના પરિણામ હોય ને તે વખતે અકષાય પરિણતિનો લાભ હોય. કોઈ કહે કે શરીરની નગ્ન અવસ્થા હોય ને અંતર પરિણામ મિથ્યાત્વના હોય ને મોક્ષ થાય, તો એમ નથી. વળી પરિણામ મુનિના હોય ને બાહ્યથી વસ્ત્રસહિતપણું હોય તેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com