________________
[ ૧૮૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૦]. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે. અહીં ઉદાહરણ આપ્યાં છે, મોક્ષમાર્ગને વ્યય થઈને મોક્ષ થાય છે માટે તે વ્યયને સાધક અને મોક્ષને સાધ્ય કહેલ છે. ઉત્પાદનું ધ્યેય તો કારણપરમાત્મા છે, તે મૂળવસ્તુ છે; પણ કઈ પર્યાયનો વ્યય થઈને કઈ પર્યાય પ્રગટે છે તેનું જ્ઞાન કરાવે છે.
જ્યાં જ્ઞાન-દર્શન-ચારિત્રના અંશો પ્રગટયા તે મોક્ષમાર્ગ સાધક છે ને તે પર્યાય ટળીને જ્ઞાનાદિની પૂર્ણદશા પ્રગટવી તે તેનું ફળ છે.
(૧૧) ચોથે, પાંચમે, છેકે ગુણસ્થાને જ્ઞાન-ચારિત્ર જઘન્ય છે. સ્વભાવસમ્મુખ થયેલો જ્ઞાનાદિભાવ સાધક છે-તે પર્યાય ટળીને અભેદ પોતે જ જ્ઞાનાદિ ગુણનો ઉત્કૃષ્ટભાવ સાધ્ય છે. જઘન્યભાવ ટળીને ઉત્કૃષ્ટભાવ થશે એમ કહે છે. આ અનુભવની વાત છે. આ પર્યાય ટળીને આ પર્યાય પ્રગટશે એમ જાણે તો અનુભવ થાય. આ સુખી થવાની વાત ચાલે છે. અનાદિ કાળથી પોતાના ચૈતન્યનિધિને સંભાળતો નથી ને બહારમાં ધ્યાન રાખે છે. જ્ઞાનાદિથી હીણી પર્યાય ટળીને ઉત્કૃષ્ટ પર્યાય થશે ને કેવળજ્ઞાનરૂપી જ્યોતિ પ્રગટશે, માટે જઘન્ય જ્ઞાન સાધક ને જ્ઞાનનો ઉત્કૃષ્ટ ભાવ સાધ્ય છે.
(૧૨) જ્ઞાન-દર્શન વગેરેની અલ્પ નિશ્ચયપરિણતિ સાધક છે ને તે ટળીને પૂર્ણ અવસ્થા થશે તે સાધ્ય છે. ખરેખર સાધ્ય તો આત્મા છે, દ્રવ્ય-ગુણ એવા ને એવા છે, પણ પર્યાયના ભેદ બતાવ્યા છે. અલ્પ પરિણતિ સાધક ને પૂર્ણ પરિણતિ સાધ્ય છે.
(૧૩) આત્માની પ્રતીતિ સાધક છે ને સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર સાધ્ય છે. સમકિતના ફળમાં રાજ્યપદ કે દેવપદ આવતું નથી. તેના ફળમાં ત્રણની એકતારૂપ ફળ આવે છે. પુણ્ય ફળવું તે સમકિતનું ફળ નથી. સમકિતી રાગનું જ્ઞાન કરે છે પણ રાગ ધ્યેય નથી, નિર્મળતા વધવી તે ધ્યેય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com