________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૦].
[૧૮૩ મુનિદશા પ્રગટ કરે તો તે જીવને ૨૮ મૂળગુણ પાલનની વિરતિ વ્યવહારપરિણતિ થવી તે સાધક છે, ચારિત્ર સાધ્ય છે. ત્યાં શ્રદ્ધા ને જ્ઞાન તો છે જ પણ વિશેષ ચારિત્રની વાત છે. અત્યંતર આનંદકંદમાં રમતા હોય તે મુનિ હોય છે. આહાર-પાણી દોષવાળાં લેતા હોય તે તો નિશ્ચય અગર વ્યવહારથી પણ મુનિ નથી. મુનિ માટે ખાસ ચીજો બનાવે ને મુનિ તે ત્યે તો તે વ્યવહારથી પણ મુનિ નથી. વ્યવહારથી શુદ્ધિ નહિ હોવા છતાં મુનિ માને ને મનાવે તે મિથ્યાદષ્ટિ છે. એક રજકણ મારો નથી, પુણ્ય-પાપ મારાં નથી, હું જ્ઞાયક છું, એવી દષ્ટિ ઉપરાન્ત મુનિદશા થઈ છે તેને વિકલ્પ ઉઠે તો એકવાર નિર્દોષ આહાર લ્ય વગેરે ૨૮ મૂળગુણપાલનરૂપ વિરતિ વ્યવહારપરિણતિ સાધક છે ને અંતરમાં ચારિત્રશક્તિ મુખ્ય થવી તે સાધ્ય છે. શાસ્ત્ર ભણીને જ્ઞાન વધવાની મુખ્યતા નથી. વ્યવહારપરિણતિમાં શાસ્ત્ર ભણે, રાગ ઘટાડે પણ તેનો મુખ્યતુ ચારિત્રની શાંતિ પ્રગટે ને વધે તે છે. વ્યવહારપરિણતિનું લક્ષ્ય વ્યવહાર નથી તેમ જ શાસ્ત્રનું ભણતર પણ નથી. લોકમાં મારી પ્રતિષ્ઠા વધશે, આટલા માણસો મારાં વ્યાખ્યાનો સાંભળશે-એવું ધ્યેય નથી, પડિમા કે મુનિપણું લઈ જાઉં તો મારી પ્રતિષ્ઠા વધશે એવી માન્યતા બધી સમજણ વિનાની છે, તે વાત છે જ નહિ.
જ્ઞાન ઓછાવતું હો, જગત માનો કે ન માનો, ઉપદેશ દેતાં આવડે કે ન આવડે, તે લક્ષ્ય નથી, પણ ચારિત્રની શાંતિ સાધ્ય છે તે એક જ લક્ષ્ય છે.
(૭) સાચા દેવ-સર્વજ્ઞદેવ, તેમની વાણી અનુસાર રચાયેલાં શાસ્ત્ર અને દિગંબર સંત મુનિઓ-તેમના વિનય પૂજા, સત્કાર, ઊભા થઈને આદર કરવો તે સાધક છે, તે વિકલ્પનું લક્ષ્ય ઉદાસીનતા છે.
સ્ત્રી-કુટુંબ પ્રત્યેના અશુભ ભાવ થાય છે તેનો નાશ છે થઈ મન સ્થિર થાય છે. મનની સ્થિરતા સાધ્ય છે, સાચા દેવાદિનું બહુમાન સાધક છે. ત્યાં વિષય-કષાયથી ઉદાસીનતા થઈ મન-પરિણતિ સ્થિરતા સાધ્ય છે, એટલે અશુભમાં ન જવા પુરતો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com