________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨ ]
[ શ્રી અનુભવ પ્રકાશ જ્ઞાનાનંદ છું, મારી ચારિત્રપરિણતિ વીતરાગતા છે. એવો સમ્યક્ભાવ સાધક છે ને વસ્તુસ્વભાવની જાતિ સિદ્ધ કરવી તે તેનું સાધ્ય છે.
(૪) હું ચિદાનંદ છું-એવી શુદ્ઘપરિણિત થવી તે સાધન છે, તે શુદ્ઘપરિણતિથી પરમાત્મા સાધ્ય છે. એકરૂપ જ્ઞાયક તત્ત્વસાધ્ય છે, પુણ્ય-પાપના ભાવરહિત શુદ્ધ અવસ્થા થઈ તે સાધક છે, તેનું લક્ષ પરમ આત્મા છે. શુદ્ધ ઉપયોગનું વલણ પુણ્ય-પાપ ઉપર હોતું નથી. શુદ્ધ ઉપયોગ પર્યાય છે ને સાધ્ય અથવા ધ્યેય દ્રવ્ય છે.
(૫) સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, સાચાં શાસ્ત્ર તરફના વલણનો ભાવ ને ૨૮ મૂળગુણનો વિકલ્પ તે સાધક છે, તે વિકલ્પનું લક્ષ નિશ્ચયરત્નત્રય છે. દેવ-ગુરુ-શાસ્ત્ર આમ કહે છે, એવો વિચા૨ ઘોળાય છે છતાં તે વિચાર તોડી, નિશ્ચયરત્નત્રય પ્રગટ કરવા તરફનું વલણ છે. વસ્તુ અખંડ છે, તેની પ્રતીતિ, જ્ઞાન ને રાગરહિત શાંતિનું પરિણમન તે વ્યવહારત્નત્રયના પરિણામનું ધ્યેય છે. રાગ ખરેખર સાધન નથી. વ્યવહારરત્નત્રયનું લક્ષ પુણ્ય બાંધવા ઉપર નહિ પણ શુદ્ધતા ઉપર હોય તો જ વ્યવહારને નિમિત્ત ગણી ઉપચારથી સાધક કહેવાય. નિશ્ચયરત્નત્રય લક્ષ્ય છે. વ્યવહા૨૨ત્નત્રય વિકારી પર્યાય છે ને નિશ્ચયરત્નત્રય નિર્વિકારી પર્યાય છે. દ્રવ્યસ્વભાવને પકડું, તેનું સ્વસંવેદન જ્ઞાન પ્રગટ કરું ને વીતરાગી દશા પ્રગટ કરું. આમ સાધ્ય ઉપર લક્ષ છે તેથી વ્યવહા૨૨ત્નત્રયને નિમિત્તમાત્ર સાધક કહેલ છે.
(૬) મિથ્યાદષ્ટિને વિરતિ હોઈ શકે નહિ. દેહની ક્રિયા ને પુણ્યની ક્રિયામાં ધર્મ માને છે તેને વ્યવહારપરિણતિ સાધક હોઈ શકે નહિ. હું જ્ઞાયક છું એવી સમ્યકશ્રદ્ધાવાળા જીવને અંશે વીતરાગ ચારિત્ર હોય તો ૨૮ મૂળગુણ પાલનના શુભરાગને સાધક કહે છે. ત્યાં ચારિત્રશક્તિ મુખ્ય સાધ્ય છે. મિથ્યાદષ્ટિને ચારિત્ર સાધ્ય ન હોય.
એક સમયનો વિકાર હોવા છતાં તેને ગૌણ કરી હું શુદ્ધ છું એવા ભાનવાળાને આગળ વધવાનો પુરુષાર્થ છે, ત્યાં ભાવલિંગી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com