________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૦]
[૧૮૧ છે. બારમાં ગુણસ્થાનવાળો જીવ પણ સાધક છે, પણ ત્યાં રાગ નથી, છતાં જ્ઞાન અલ્પ છે. પૂર્ણજ્ઞાન પ્રગટ નથી, તેથી કર્મનું નિમિત્તપણું છે, માટે ચોથાથી બારમા ગુણસ્થાન સુધીની વાત લેવી. જ્ઞાનનું હીણું થવું તે પણ ચિવિકાર છે. રાગદ્વેષ થવા તે પણ ચિવિકાર છે. આમ બંનેને ચિવિકારમાં લઈ લેવા. નિર્વિકલ્પ આત્માનો અનુભવ સાધ્ય છે, ત્યારે પ્રતીતિ, વિચાર સાધક છે. સાધક દશામાં કર્મનો ઉદય સહજ હોય છે. બધાં કર્મો લઈ લેવાં. પૂર્ણદશા થઈ નથી ત્યાં સુધી સાધ્ય-સાધકના ભેદ છે. હું અખંડાનંદ છું એવા વિકલ્પનો વ્યય થઈ અનુભવ થયો તેમાં અનુભવની ઉત્પાદ પર્યાયને સાધ્ય કહેલ છે ને વ્યયપર્યાયને સાધક કહેલ છે. આત્મા એક સમયમાં પૂર્ણાનંદ સામર્થ્યસ્વરૂપ છે, તેની અવસ્થા સ્વભાવસમ્મુખ થઈને ધર્મદશા થાય છે તે અનુભવને સાધ્ય કહેલ છે અને આત્મા પૂર્ણાનંદ છે, શુદ્ધ ચેતનાસ્વરૂપ છે એવા વિચારને સાધક કહેલ છે.
આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના અંશોની વાત ચાલે છે. આત્મા અનંત ગુણોનો પિંડ છે, એવી પ્રતીતિ ને લીનતા કરે છે ત્યારે વિચાર પ્રતીતિને સાધન કહેવાય છે. કોઈ વિકલ્પ તેનું સાધન થતું નથી.
(૨) જેની દષ્ટિ પુણ્ય-પાપ ઉપર છે, તેની મિથ્યાચિ સાધક છે ને બહિરાત્મા સાધ્ય છે. તેવા જીવને સ્વભાવની બહાર રહેવું ગમે છે. વિષયમાં સુખ, ઇન્દ્રિયોમાં ને લક્ષ્મીમાં સુખ માને તે વિપરીતભાવ સાધક છે, તેને જ્ઞાનાનંદમાં જવું નથી, પર્યાયની રુચિમાં જવું છે, માટે તેને બહિરાત્મા સાધ્ય છે. પુણ્ય-પાપની રુચિથી બહિરાત્મા સાધ્ય છે. આત્માની પર્યાયમાં ભ્રાંતિ થાય તે સાધક છે. તેનું લક્ષ્ય બહિરાત્મા છે. સ્વભાવ અથવા અંતરાત્મા તેનું લક્ષ્ય નથી.
(૩) હું શુદ્ધ છું, વિકાર અશુદ્ધ છે, શરીરાદિ જડ છે, તેવો સમ્યભાવ સાધક છે ને જ્ઞાનાનંદ સ્વભાવ મારી જાતિ છે, તેવી જાતિને સિદ્ધ કરવી તે લક્ષ્ય છે. સમ્યભાવનું ધ્યેય શું છે? હું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com