________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ વદ ૫, સોમ ૫-૧-૫૩
પ્ર. - ૩૦
આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપની અંતરંગ પ્રતીતિ અને રમણતાને અનુભવપ્રકાશ કહે છે. ગુણોનો પિંડ જ્ઞાયક આત્મા છે. તેવા વિચારની પ્રતીતિ નિમિત્ત છે ને આત્માનો અનુભવ તે સાધ્ય અથવા ધ્યેય છે. પુણ્ય-પાપ હું નથી, હું અખંડ જ્ઞાયક છું-એવો વિચાર સાધક છે. તે વિચારને છોડીને આનંદને અનુભવવો તે ધ્યેય છે. સાધક-સાધ્ય ભેદ જાણે તો વસ્તુની સિદ્ધિ થાય.
સાધ્ય-સાધકનાં ઉદાહરણ આપે છે. અનુભવનું ધ્યેય તો દ્રવ્ય છે પણ અહીં પર્યાયમાં સાધ્ય ઉતારે છે. અનુભવ ધ્યેય છે ને વિચાર સાધક છે. જીવ અનુભવ કરે તો વિચાર, પ્રતીતિને સાધન કહેવાય છે. આ અનુભવપ્રકાશ ગ્રંથ છે, તેથી અનુભવનું સાધન કરે છે, “હું અખંડાનંદ છું,' એવા વિચારને સાધન કહે છે ને અનુભવ સાધ્ય છે.
ઉદાહરણ આપે છે
(૧) જ્યાંસુધી સાધક છે ત્યાં સુધી બાધકપણું રહેલું છે. ત્યાં પુદ્ગલ કર્મનો ઉદય તો કર્મના કારણે છે. કર્મ તેની મર્યાદા પ્રમાણે ઉદયમાં આવે છે. આ કેવળજ્ઞાનની વાત નથી, પણ સાધક જીવની વાત છે, તેથી આત્માની સાથે એકક્ષેત્રાવગાહપણે રહેલ કર્મનો ઉદય આવે છે. ત્યાંસુધી ઉદય તરફના વલણના કારણે ચિવિકાર હોય છે, આત્મા જ્ઞાયક છે, તેનું ભાન તો છે પણ રાગવાળી દશા છે, તેથી જરા વિકાર થવાની લાયકાત છે ને તેમાં કર્મનું નિમિત્ત છે. ત્યાં સાધક-સાધ્ય એવો ભેદ જાણવો. આત્મા અખંડ વસ્તુ એવી ને એવી છે. તેની પર્યાયમાં સ્વભાવસમુખ અનુભવ થવો તે સાધક છે, પણ તે ભૂમિકામાં રાગ થવાની લાયકાત છે અથવા જ્ઞાન વગેરેની અધૂરાશની લાયકાત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com