________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮]
[ શ્રી અનુભવ પ્રકાશ પરિણમે છે, જડને લીધે નહિ. ચેતનાને સ્વભાવમાં વાળે તે ધર્મ છે ને વિકારમાં વાળે તે અધર્મ છે. સ્વસત્તામાં પરની સત્તા નથી ને પરની સત્તામાં સ્વસત્તા નથી. ચેતના જીવ વિના નથી. પુણ્ય-પાપ જીવની પર્યાયમાં છે પણ તે અશુદ્ધ જીવનું સ્વરૂપ છે. જ્ઞાનચેતના શુદ્ધ જીવનું સ્વરૂપ છે. ગુણ-ગુણીની એકતા કરી સ્વભાવ તરફ વળવું તે ધર્મ છે.
વિકાર તરફ પ્રવર્તતો તે અધર્મ હતો. હવે મેં શુદ્ધ ચેતનાનું સ્વરૂપ જાણું, જ્ઞાતાદ્રષ્ટાપણું તે ત્રિકાળ ધર્મ છે. આમ સ્વભાવ તરફ વળે તેને કેવા ભાવ થાય છે તે કહે છે. અત્યાર સુધી દયા-દાનાદિમાં તથા હરખ-શોકમાં પ્રવર્તતો હતો, હવે પોતા તરફ વળે છે. પર્યાયબુદ્ધિ ટળતાં અને સ્વભાવબુદ્ધિ થતાં એમ માને છે કે મેં શુદ્ધ ચેતનાનું સ્વરૂપ જાયું. હું જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ છું, હું વિકારરૂપ નથી; પર્યાયમાં વિકાર છે તે ત્રિકાળી સ્વભાવમાં નથી, તેથી હું વિકારરહિત સિદ્ધસમાન છું.
चेतनरूप अनूप अमूरत, सिद्ध समान सदा पद मेरौ । मोह महातम आतम अंग, कियौ परसंग महातम धेरौ ।। ग्यानकला उपजी अब मोहि, कहौं गुन नाटक आगमकेरौ । जासु प्रसाद सधै शिवमारग, वेगि मिटै भववास वसेरौ ।।
(-નાટક સમયસાર.) અહીં દ્રવ્યની વાત કહે છે. પર્યાયમાં ફેર છે તેને જ્ઞાન જાણે છે. સિદ્ધના જેવા ગુણો તેવા મારા ગુણો છે એમ જ્ઞાની જાણે છે.
કર્મથી બંધાવું કે છૂટવું તે મારું સ્વરૂપ નથી. ચિદ્ધન જ્ઞાયકસ્વરૂપને બંધ કે મુક્તિ નથી. બંધ-મુક્તિ પર્યાયમાં છે, સ્વભાવમાં નથી. શુદ્ધ ચેતના સ્વરૂપ બંધાયું નથી તો પછી મોક્ષ કોનો? હું આગ્નવરૂપ નથી, સંવર-નિર્જરારૂપ નથી, તે બધા પર્યાયના ભેદો એક સમયપૂરતા છે. પુણ્ય-પાપના વિકારને મારા માન્યા હતા પણ હવે હું જાગ્યો. તે ઉત્પાદની વાત કરી ને રાગ-દ્વેષ જેટલો જ આત્મા માનેલ તે નિદ્રા હતી, તેનો વ્યય થયો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com