________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ સુદ ૩, શનિ ૩-૧-૫૩
પ્ર. - ૨૮
આત્માના આનંદના અભાવે જીવ દુઃખી થાય છે. આત્મા સહજ આનંદસ્વરૂપ છે, તેના સ્વાદના અભાવે પરને પોતાનું માની અજ્ઞાની રખડે છે.
જેમ એક નગરમાં એક મનુષ્ય રહે છે. ત્યાં બીજો કોઈ નથી. સંસારમાં જીવ પોતે અવતાર લે છે ને દુઃખ ભોગવે, માટે દષ્ટાંત આપે છે, એ નગરમાં ચોરાશી લાખ ઘર છે. તે ઘરને તે માણસ સુધાર્યા જ કરે છે. એક દિવસ એક ઘરને સુધારે, પછી બીજાને સુધારે-આમ તે ભીંતડાને સુધારતાં સુધારતાં આખો જન્મારો ગયો. જ્યારથી સુધારતો હતો ત્યારથી રોગ લાગ્યો હતો. પોતાની પરમ ચતુરતાને ભૂલ્યો. તે મનુષ્યને મોટી વિપત્તિ આવી પડી ને વિના પ્રયોજન એકલો સૂના ઘરમાં ટહેલ કર્યા કરે છે-સંભાળ કર્યા જ કરે છે. પોતે ઘણો બળવાન છે, છતાં ભૂલીને દુઃખ પામે છે. આ મનુષ્યનું શહેર એક પરમ વસ્તીવાળું છે ને ત્યાંનો તે રાજા છે. તે રાજ્યને સંભાળે તો સૂના ઘરોની સેવા તજે ને ત્યાંનું રાજ્ય કરે, તેમ આ ચિદાનંદ આત્મા ચોરાશી લાખના અવતાર કરે છે. શરીરમાં સુધા-તૃષા લાગે તેને મટાડવી, કપડાં પહેરવાં ઇત્યાદિ સવારથી સાંજ સુધી શરીરની સંભાળ કરે છે. નિગોદથી માંડીને અંતિમ રૈવેયક સુધીના જીવો શરીરની સંભાળનો ભાવ કર્યા કરે છે. કેટલાકને તેની સંભાળ આડે ફુરસદ મળતી નથી. અનિત્યની સંભાળમાં નિત્ય જ્ઞાનાનંદમય આત્માની દષ્ટિ ચૂકી જાય છે. જે શરીરમાં રહે તેને સુધારે. શરીરની જ ભાવના કરે છે. અહીંથી છૂટીને દેવલોકમાં જવું છે એવી ભાવના કરે છે એટલે કે દેવના શરીરને ઇચ્છે છે, પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com