________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬ ]
[ શ્રી અનુભવ પ્રકાશ વ્યવહારનયે છ ભાવો ભૂતાર્થ છે. પર્યાય મિથ્યા નથી, પર્યાય છે, ગુણભેદ છે, વિકાર છે, કર્મ છે, અનંત આત્મા છે–એમ વ્યવહાર છે પણ સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેણે છ ભેદોની રુચિ છોડવી જોઈશે. પાણીમાં તેલ ઉપર તરે છે તેમ ધ્રુવસ્વભાવમાં ઉત્પાદ-વ્યયના ભાવો પેઠા નથી. આ સમ્યગ્દર્શનની વાત છે. પછી અંતરમાં સ્થિરતા કરતાં મુનિપણું આવે છે. શ્રી કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય આદિ સંતો ભાવલિંગી મુનિ હતા. હજારો વાર છà–સાતમે ગુણસ્થાને આવતા. મુનિ ભાવલિંગી હોય તેમને શરીરની નગ્નદશા જ હોય, પણ આત્માનું ભાન ન હોય તો તે મિથ્યાદષ્ટિ છે. કોઈ જીવને અંતરમાં ચોથું ગુણસ્થાન હોય ને બહારથી છઠ્ઠા ગુણસ્થાનના વ્યવહાર પરિણામ હોય તો નવમી ત્રૈવેયકે ચાલ્યો જાય. તે સમજે છે કે મારી ભૂમિકા ચોથાની છે. જેને સમ્યગ્દર્શન નથી તેને મુનિપણું ન હોય. સમ્યગ્દર્શન વિના શ્રાવક કે મુનિપણું ન હોય.
જૈનશાસનનો મર્મ આમાં રહેલ છે. પાણી ઉપર શેવાળ છે, તેમ આત્માની ઉપ૨ ઉપર છ ભાવો રહેલ છે. વિકાર, વ્યંજનપર્યાય વગેરે ઉપર ઉપર છે, અંતર દ્રવ્યસ્વભાવમાં તે પેઠેલ નથી.
ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય પ્રગટ છે ને ધ્રુવસ્વભાવ ગુપ્ત છે. તેની ભાવના કર. પર્યાયમાં દ્રવ્યસ્વભાવ તરફ જોર દે. અનંત જ્ઞાન દર્શન વગેરેની પ્રતીતિ કરી તેની ભાવના કર તો કેવળજ્ઞાન પ્રગટ થશે. પુણ્યપાપરૂપ પર્યાય ઉપર ઉપર છે, સ્વભાવ ગુપ્ત છે તેને પ્રગટ કરવાની ભાવના કર, જેથી તે વ્યક્ત થઈને વહે.
હું પર્યાયે સિદ્ધસમાન નથી પણ સ્વભાવે સિદ્ધસમાન છું. હું પરમાત્મા છું, તેવી શ્રદ્ધા કરે તો ધર્મ પ્રગટ થાય.
હૈ ચિદાનંદ! તું આનંદના અવિનાશી રસનો સાગર છે. દયાદાનાદિ ને કામ-ક્રોધાદિ ઉ૫૨ ઉપ૨ તરે છે, સ્વભાવમાં નથી તને હરખ-શોકનો અનુભવ કેમ મીઠો લાગ્યો? દયા-દાનાદિ વિકા૨ ૫૨૨સ છે, કાયમ રહેનાર નથી, માટે ૫૨૨સ કહ્યો છે. તે તને કેમ ગમ્યો? વિષયનો રસ કેમ મીઠો લાગ્યો ? પુણ્ય-પાપની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com