________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૭].
[૧૬૧ કહ્યો છે અને એ દૃષ્ટિએ આત્માને કર્મ સાથે સંયોગ સંબંધ પણ નથી. આત્માની પર્યાયમાં રાગ થાય છે. તેના નિમિત્તે કર્મ બંધાય છે. તેવી નિમિત્ત-નૈમિત્તિક સંબંધવાળી વર્તમાનદશા વ્યવહારનયનો વિષય છે. ધર્મી જીવને વર્તમાન ઉપરની દષ્ટિ છોડાવી સ્વભાવબુદ્ધિ કરાવે છે.
વ્યવહારે આત્મા સાથે શરીર ને કર્મનો સંબંધ છે, તે જ્ઞાન કરવા માટે છે પણ આદરવા માટે નથી. આત્મા કર્મથી બંધાયેલો નથી, તેમ જ સ્પર્શાયેલો નથી. એમ નિર્ણય કર તો ભૂતાર્થ સ્વભાવ ખ્યાલમાં આવે. શ્રી સમયસાર ગાથા ૧૪ માં શ્રી કુંદકુંદાચાર્ય અને શ્રી અમૃતચંદ્રાચાર્ય આ વાત સ્પષ્ટ કરેલ છે ને શ્રી દીપચંદજીએ અહીં સાર મૂકી દીધો છે. સમ્યગ્દર્શનનો વિષય અખંડ દ્રવ્ય છે. જ્ઞાન ધ્રુવસ્વભાવ ને પર્યાય બનેનું જ્ઞાન કરે છે. વર્તમાન પર્યાયમાં રાગ ને કર્મનું નિમિત્ત એમ બન્નેનું જ્ઞાન કરે છે. તે જ્ઞાન યથાર્થ કયારે થાય? તે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ઉપરથી લક્ષ છોડી, રાગનો ને કર્મનો મારામાં અભાવ છે, હું શુદ્ધ ચૈતન્ય છું એમ દષ્ટિ કરો તો સમ્યગ્દર્શનજ્ઞાન થાય.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ-એમ ચાર વાત આમાં કહે છે. ચેતન કર્મથી બંધાયેલો નથી ને સ્પર્શાયેલો નથી-આમ શુદ્ધ દ્રવ્યનો વિષય દ્રવ્યથી બતાવ્યો.
(૩) આ બોલમાં ક્ષેત્રથી અભેદતાની વાત કરે છે. માટીમાંથી ઘડો, રામપાત્ર વગેરેના અનેક આકારો થાય છે, છતાં માટી સામાન્યપણે એક છે. વ્યંજનપર્યાયો અનેક થાય છે છતાં માટી એકરૂપ રહેલી છે, તેમ આત્મભગવાનની અસંખ્યપ્રદેશી વ્યંજનપર્યાય મનુષ્યરૂપે પરિણમે, સંસારના જુદા જુદા ભાવોમાં પ્રદેશત્વગુણને લીધે વ્યંજનપર્યાય અનેકરૂપ થવા છતાં આત્મા અસંખ્યપ્રદેશી એકરૂપ છે. તે સમ્યગ્દર્શનનો વિષય છે. જુદી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com