________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૨]
[ શ્રી અનુભવ પ્રકાશ જુદી વ્યંજનપર્યાય છે ખરી, પાણીનો આકાર જુદો જુદો થાય છે તે તપેલા અથવા વાસણ ને લીધે નહિ પણ પોતાના કારણે થાય છે; તેમ જુદા જુદા નારકી, મનુષ્ય વગેરેના શરીરના આકારે અનેકરૂપ વ્યંજનપર્યાયો થાય છે તે ખરી છે, તે વ્યવહારનયનો વિષય છે, પણ તે આદરવા જેવો નથી-અભૂતાર્થ છે.
ववहारोऽभूयत्थो भूयत्थो देसिदो दु सुद्धणओ। भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो ।।११।।
(-સમયસાર) વ્યવહાર અભૂતાર્થ છે, સર્વજ્ઞ ભૃતાર્થનયને આશ્રયે ધર્મ કહેલ છે.
કર્મનો બંધભાવ એક સમય પૂરતો છે, પણ નિશ્ચયથી તે અભૂતાર્થ છે. શરીરના આકાર મુજબ પર્યાયમાં સંકોચ-વિસ્તાર વ્યવહારનયે છે પણ કોઈ કહે કે તે તદ્દન ભ્રમ છે અથવા બિલકુલ નથી-એમ કહે તો તે ખોટો છે; પણ તે વ્યવહારનયના આશ્રયે ધર્મ થાય એમ બનતું નથી, પણ એકરૂપ શુદ્ધસ્વભાવના આધારે સમ્યગ્દર્શન થાય છે. તે ભૂતાર્થનયનો વિષય છે.
આ બોલમાં દ્રવ્યદૃષ્ટિએ ક્ષેત્ર એક સરખું છે એમ કહી ક્ષેત્રની અભેદતા બતાવી સ્વભાવની એકરૂપ દષ્ટિ કરવા માટે કહેલ છે.
(૪) હવે સ્વકાળની વાત કરે છે.
દરિયો તરંગોરૂપથી વૃદ્ધિ-હાનિ પામે છે; પણ દરિયો તે દરિયો જ છે, સમુદ્રપણું એકરૂપ છે.
ભગવાન આત્માની પર્યાયમાં સ્વપરિણામ થયા કરે છે. જેમ કાળદ્રવ્યનું લક્ષણ વર્તના તેનાથી છે, તેમ છયે દ્રવ્યોની પર્યાય પોતાથી વર્તે છે. તે પર્યાયનો સ્વકાળ છે ભગવાન આત્મા કાળમાં વર્તતાં, દયા, દાન, કામ, ક્રોધાદિ પરિણામમાં વર્તે છે. પોતાના કાળે ને પોતાના કારણે અસંખ્ય પ્રકારના શુભ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com