________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૦]
[ શ્રી અનુભવ પ્રકાશ શ્રી સમયસાર ગાથા ૧૪માં સ્પષ્ટીકરણ આવે છે :અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને, અવિશેષ, અણસંયુક્ત, તેને શુદ્ધનય તું જાણજે. ૧૪ અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫
આ બન્ને ગાથાનો અહીં ટૂંકો સાર છે. હું ચિદાનંદમૂર્તિ! તું જ્ઞાન-આનંદનો કરનાર છો, પુણ્ય-પાપ સંસાર છે, તે તારું સ્વરૂપ નથી. તારે જૈનશાસનને જોવું હોય, તેનો મર્મ જાણવો હોય તો અમે કહીએ છીએ તેને જો. દયા–દાન, રાગ-દ્વેષ, શરીર-મન-વાણી બધો કર્મનો પૃષ્ટભાવ છે. દયા-દાનાદિ વિકારીભાવ કર્મઉપાધિથી થયેલો ભાવ છે, તે કર્મનો છે. તે છ વાતથી સ્પષ્ટ કરશેઃ(૧) જેવી રીતે કમલિની–પત્ર પાણીમાં રહે છે, છતાં પાણીથી
બંધાયેલું નથી, તેમ જ (૨) પાણી તેને સ્પર્યું નથી. બન્ને ચીજ ભિન્ન છે.
કમળપત્ર પાણીથી નિર્લેપ રહે છે. પાણી ને કમળપત્ર વચ્ચે અન્યોન્ય અભાવ છે. અભાવ ન હોય તો પૃથક રહી શકે નહિ. તેમ ચિદાનંદ આત્મા કમળપત્રની પેઠે કર્મરૂપી જળથી બંધાયેલો નથી. ગુંદર ને કાગળ વચ્ચે શ્લેષ સંબંધ થાય છે એવો આત્મા ને કર્મ વચ્ચે સંબંધ નથી. તે એકમેક નથી-એવી દષ્ટિ કરવી તે જૈનશાસન છે. મારા સ્વરૂપમાં કર્મનો બંધ નથી, તેમ જ કર્મ આત્માને સ્પર્ધો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શે એમ બનતું નથી. એકબીજાનો એકબીજામાં અભાવ છે. આત્મા કર્મને સ્પર્યો નથી. ધ્રુવ સ્વભાવ ઉપર દષ્ટિ કર. જૈનશાસનનો ધ્યેય આ છે. ભગવાન આત્મા શાશ્વત દીવો છે, તે સમ્યગ્દર્શનનો વિષય છે. આત્મા કર્મથી એકરૂપ થયો નથી. કર્મનો સંયોગ છે તે નિમિત્તનૈમિત્તિક સંબંધનો વ્યવહાર બતાવે છે. તે વ્યવહારનયના વિષયને અભૂતાર્થ કરીને, સ્વભાવને નિશ્ચયનયનો વિષય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com