________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૬]
[ ૧૫૫ મારી નથી. ઇન્દ્રિયોની રુચિ છોડો, ઈન્દ્રિયો જડ છે, તેનાથી જુદો આત્મા છે, તેનું જ્ઞાન-અનુભવન કર તો ધર્મ છે.
હે ચિદાનંદ! પાંચ ઇન્દ્રિયોના વિષયોને તથા પુણ્ય-પાપના ભાવોને જીતો કે ફરી બળ ન પકડે. ભગવાનનાં દર્શન કરવાં તે પણ ઇન્દ્રિયોનો વિષય છે. ભગવાન આત્મા પુણ્ય-પાપ રહિત અતીન્દ્રિય છે. આ ઇન્દ્રિય જડ છે. પર તરફ ઝુકાવ કરે, ભક્તિ કરે કે શાસ્ત્ર વાંચે તે શુભરાગનો વિષય છે, તેને જીતી નિજ રીતિની રાહમાં આવો. હું જ્ઞાનાનંદ! તારા જ્ઞાન ને આનંદ શક્તિમાંથી પ્રગટ થશે. સ્વભાવની રીતમાં અથવા અંતરમાં આવો. ધર્મનો વિષય અખંડાનંદ છે, તેને ચૂકી પરનો વિષય કર્યો તે બંધનું કારણ છે. પુણ્ય-પાપની પ્રવૃત્તિ તે પરરીતિ છે, તે આત્માની રીતિ નથી. તમારા સ્વભાવમાં આવો, અંતરમાં કલ્યાણસ્વરૂપ આત્માની પૂર્ણદશાને પામી રાજ્ય કરો, પુણ્ય-પાપમાં તારું રાજ્ય નથી.
હે ચિદાનંદ! તમે રાજા છો, દર્શન-જ્ઞાન વજીર છે, રાજ્યના સ્થંભ છે, અનંતા ગુણો તારી વસ્તી છે. બૈરાં-છોકરાં તારા નથી. જ્ઞાતા-દષ્ટા સ્વભાવ સ્થંભ છે. ચારિત્ર, આનંદ, અસ્તિત્વ, વસ્તુ, સ્વચ્છત્વ, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન વગેરે અનંતા ગુણો આત્માની વસ્તી છે. પુણ્ય-પાપ વિકાર છે, તે આત્માની વસ્તી નથી, તે તો અપરાધ છે. આત્માને અનુભવી તમારી રાજધાનીનો વિલાસ કરો. જ્ઞાન-દર્શનથી આત્મા લક્ષ્ય થઈ શકે છે, તેથી તેને વજીર કહ્યા. તેના વડે આત્મા અનુભવી શકાય છે. પુણ્ય-પાપ તારી વસ્તી નથી ને તું તેનો રાજા નથી. સ્વતંત્રપણે કરે તે કર્તા, કર્તાનું ઇષ્ટ તે કર્મ. સ્વતંત્રપણે વીતરાગી પર્યાયનો કર્તા આત્મા છે. તે કર્તા છે ને વીતરાગપણે થવું તે તેનું કાર્ય છે, વિકારાદિ પરિણામ તેનું કાર્ય નથી.
ઔદયિકભાવને તત્ત્વાર્થસૂત્રમાં સ્વતત્ત્વ કહેલ છે. પર્યાયમાં વિકાર તારા કારણે થાય છે, કર્મને લીધે નહિ. તે બતાવવા તેમ કહ્યું છે. અહીં કહે છે કે તે સારી વસ્તી નથી, તું પુણ્ય-પાપનો સ્વામી નથી. અજ્ઞાની માને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com