________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪]
| [ શ્રી અનુભવ પ્રકાશ છે. હું શુદ્ધ ચિદાનંદ છું એવા સ્વભાવનું સાધન કરે તો શરીરને સાધન કહેવાય છે, પણ ચૈતન્યમૂર્તિના ભાન વિના શરીરને સાધન માની વ્યર્થ ખેદખિન્ન થાય છે. હું ચિદાનંદ! તું પાંચ ઇન્દ્રિયોના ચોરને પોષણ કરે છે. ઇન્દ્રિયો સારી રાખું તો ધર્મ થાય, શરીર અનુકૂળ હોય તો જાત્રા થાય-એમ માને છે. શરીરથી પુણ્ય પણ થતું નથી, પોતાના શુભભાવથી પુણ્ય છે.
પાંચ ઇન્દ્રિયોને પોષે છે પણ અતીન્દ્રિય આત્માને પોષતો નથી. શરીર સારું હોય તો પરોપકારનાં કામ થાય-એમ માને છે. જેનાથી લાભ માને તેને પોતાથી એકમેક માન્યા વિના રહે નહિ. જાત્રા, જપ, તપના ભાવ પુણ્ય છે, ધર્મ નથી. પોતાના હાથથી ભાવલિંગી મુનિને આહાર આપે ત્યાં જડની ક્રિયાથી લાભ કે નુકશાન નથી, ત્યાં શુભભાવ કરે છે તેટલું પુણ્ય છે. તે ક્રિયાથી રહિત આત્માનું ભાન કરે તે ધર્મ છે. મારું સ્વરૂપ અરાગી છે, તેની રુચિ કર તો ધર્મ થાય.
આંખો સારી હોય તો અનાજને તપાસી શકાય. અનાજ સડેલું છે કે સારું છે તેને ગંધ દ્વારા બરાબર તપાસી શકાય -એમ માની ઇન્દ્રિયો સાથે એકતા કરે છે, તે મિથ્યાભાવ છે; પણ જડ ને રાગથી અધિક માસ જ્ઞાનસ્વરૂપ છે એવું ભાન કરે તો ધર્મ થાય.
પુણ્યનો વિકલ્પ ઊડે તે વિકાર છે. જે ભાવથી ૧૪૮ કર્મ પ્રકૃતિ બંધાય તે બંધનભાવ છે, તે આત્માનું સ્વરૂપ નથી. હે ચિદાનંદ! તું આત્માના જ્ઞાનનો અનુભવ કરનારો છો. ઇન્દ્રિયોથી લાભ માનવારૂપ માન્યના અથવા પાંચ ઇન્દ્રિયો સહાય કરશે, પૈસાથી લાભ થશે એવી માન્યતા અંતરરત્ન જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરેને ચોરી લ્ય છે. દયા, દાન, કરુણા, કોમળતાના ભાવ વિકાર છે, વિકારમાં લાભ માનતાં આત્મા ચોરાઈ જાય છે. તું હવે તારું જ્ઞાનખડગ સંભાળ. હું જ્ઞાનની શ્રદ્ધા, જ્ઞાનનું જ્ઞાન ને જ્ઞાનની રમણતા કરનારો છું, દેહની ક્રિયા કે પુણ્ય-પાપની ક્રિયા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com