________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૪૬ ]
[ શ્રી અનુભવ પ્રકાશ
અંતર સમ્યગ્નાન-કળા છે. તેને ચૈતન્ય સાથે એકમેક કર. આવી વાણી બોલવી, આવા રાગ શીખવા તે મિથ્યાભાવના છે, તે જડ છે, તેની ભાવના કરવી તે મિથ્યાત્વ સહિતનો રાગ છે.
દ્રવ્ય-ગુણ ત્રિકાળ એકરૂપ છે, તેમાં એકરૂપ રહેવું તે અનાદિ સંસારના નાશનું કારણ છે. શાસ્ત્રબોધકળાની વાત નથી. ચિદાનંદ આત્માનો નિરંતર અભ્યાસ તે સહજબોધકળા છે. તેનો નિરંતર અભ્યાસ કરો ને સ્વરૂપાનંદી થઈ ભવોદધિને તરો.
કોઈના પ્રશ્નનો ઉત્તર દેતાં ન આવડે, વ્યાખ્યાન કરતાં ન આવડે તેની મહત્તા નથી. હજારોને સમજાવે તે સારા-એમ અજ્ઞાની માને છે, પણ તે યથાર્થ નથી. આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેની પ્રતીતિ કરો.
દુનિયા ગણતરીમાં લ્યે કે ન લ્યે તેની મહત્તા નથી. તારી ગણતરી તારામાં કર.
આવો ન૨ભવ સદા રહે નહિ, તારું સ્વરૂપ જ્ઞાન ને આનંદ છે, તે તારું પદ સદાય રહેશે. તેની પ્રતીતિ, જ્ઞાન ને અનુભવ કરવા જેવાં છે. દુનિયાનું થવું હોય તે થાય, માટે તું તારું કર. સાક્ષાત્ મોક્ષસાધન એટલે કે અલ્પકાળમાં મોક્ષ થાય એવી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ દશા મનુષ્યમાં થાય છે. નારકી, દેવ ને તિર્યંચમાં એવી સાક્ષાત્ મોક્ષરૂપ દશા થતી નથી, માટે વારંવાર કહીએ છીએ કે પુણ્યપાપની કળા છોડી, ચિદાનંદની કળા ખીલવો.
કોઈકના આશીર્વાદથી આનંદ થશે, ઘણા સમજે તો કલ્યાણ થશે તે વાત ખોટી છે. જ્ઞાનાનંદમાં રહેવાનો નિરંતર યત્ન કરો. વેપારી વેપારમાં કંટાળો લાવે નહિ તેમ આમાં કંટાળો ન લાવો. જ્ઞાનાનંદની પ્રતીતિ કરવાનો યત્ન કરો. આવું વારંવાર કહેવું તો બાળક પણ ન કરાવે. બાળક વારંવાર આમ ન કરાવે. તું અનંત જ્ઞાનનો ઘણી થઈ આવી ભૂલ કરે છે, તેથી અચરજ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com