________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પોષ સુદ ૧૫, બુધ ૩૧-૧૨-૫૨
પ્ર. - ૨૫
અનાદિથી અજ્ઞાની વિકારનો અનુભવ કરે છે તે સંસારનું કારણ છે. ચિદાનંદ આત્માનો અનુભવ કરવો તે મોક્ષનું કારણ છે. કાં તો પુણ્ય-પાપનો અનુભવ કરે, કાં તો આનંદનો અનુભવ કરે. નરભવ સદાય રહેતો નથી. સાક્ષાત્ મોક્ષસાધનની જ્ઞાનકળામાં સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે. દેહની ક્રિયા, વ્રત-તપની ક્રિયા તે મોક્ષના સાધનની ક્રિયા નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે સાક્ષાત્ મોક્ષસાધન છે. અહીં મનુષ્યપણાની વાત લેવી છે. મનુષ્યદેહ જડ છે, સંયોગી ચીજ છે. ભગવાન આત્માની પૂર્ણ પવિત્રદશા તે મોક્ષ છે. તેનું સાધન જ્ઞાનકળા છે. હું જ્ઞાનાનંદ છું, શરીર, મન, વાણીની ક્રિયા નહિ, પુણ્ય-પાપની ક્રિયા નહિ, હું તો જ્ઞાનાનંદ છું –એવી શ્રદ્ધા, જ્ઞાન ને ૨મણતાને જ્ઞાનકળા કહે છે. તે મનુષ્યભવ સિવાય બીજે ન હોય. પુણ્ય-પાપ કે ધર્મ આત્માના પરિણામથી થાય છે. સિદ્ધદશાનું સાધન જ્ઞાનકળા કહે છે. તે મનુષ્યભવ સિવાય બીજે ન હોય. પુણ્યપાપ કે ધર્મ આત્માના પરિણામથી થાય છે. સિદ્ધદશાનું સાધન જ્ઞાનકળા છે. તિર્યંચ, નરક ને દેવમાં સાક્ષાત્ મોક્ષના સાધનરૂપ જ્ઞાનકળા નથી. ત્યાં સમ્યગ્દર્શન હોઈ શકે પણ મનુષ્યમાં સાક્ષાત્ મોક્ષ થાય. નિજબોધની કળાથી નિજસ્વરૂપમાં રહો. પુણ્યની ક્રિયાથી નિજસ્વરૂપમાં રહેવાતું નથી. ભગવાન નિત્યાનંદ સ્વરૂપના બોધ વડે નિજસ્વરૂપમાં રહેવાય છે.
અહીં કહે છે કે વારંવાર નિજ સ્વરૂપમાં રહેજે. બાળક પણ વારંવાર કહેવડાવે નહિ. તું તો અનંત જ્ઞાનનો ધણી છો, શરીર, મન, વાણીથી જુદો છો. તું પોતાને ભૂલી આવી ભૂલ કરે છે, તેથી અચરજ આવે છે. તને તારી ખબર પડી નહિ, તેથી અચરજ આવે છે. હવે આત્માને કાંઈક જો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com