________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪]
[ શ્રી અનુભવ પ્રકાશ શુભભાવ પુણ્ય છે, તે બંધનું કારણ છે, પણ ધર્મનું કારણ નથી. રાગરહિત મારો સ્વભાવ આનંદ સંપદાનું સ્થાન છે, એવી દષ્ટિ કરવી તે ધર્મ છે. જેની શ્રદ્ધા-લીનતા કરી અનંતા મુનિએ ભવપાર પામ્યા છે. જ્ઞાનીને પંચમહાવ્રતના વિકલ્પ આવે છે પણ તેને શ્રદ્ધામાં ય માને છે, જે મુનિનામ ધરાવી પાંચ મહાવ્રતને નિશ્ચયથી ઉપાદેય માને તે મિથ્યાદષ્ટિ છે. ભાન વિના નગ્ન થાય ને જંગલમાં જાય તોપણ કાંઈ માલ નથી. હું અમૃતઆનંદનો કુંડ છું એવો અનુભવ કરી સંતો ભવને પાર પામ્યા છે. કોઈ ક્રિયાથી કે વ્રતથી ભવનો પાર પામતો નથી. મુનિઓ ૨૮ મૂળ ગુણનું સેવન વ્યવહારથી કરે છે પણ તે તો રાગ છે, તેનું નિશ્ચયથી સેવન કરતા નથી પણ સ્વરૂપનું સેવન કરે છે. આમ સાચી દષ્ટિ નથી અને પોતા માટે કરેલો આહાર ત્યે તો તેનો નિશ્ચયવ્યવહાર એક સાચો નથી.
હું આહાર લઈ શકું છું કે છોડી શકું છું એમ માનનાર મિથ્યાદષ્ટિ છે. મુનિદશામાં શરીર નગ્ન થઈ જાય છે, ૨૮ મૂળ ગુણના વિકલ્પ આવે છે પણ તેના સ્વામી નથી. વ્યવહાર આવે છે પણ વ્યવહારથી વીતરાગી ધર્મ માને તે મિથ્યાદષ્ટિ છે. જેની દષ્ટિ ખોટી. પ્રરૂપણા ખોટી, વ્યવહાર ખોટો તે બધા મિથ્યાદષ્ટિ છે.
શ્રી સર્વજ્ઞદેવે સર્વ ઉપદેશનું મૂળ આ બતાવ્યું છે ત્યારે અનુયોગનો સાર એ છે કે એકવાર જ્ઞાનાનંદ સ્વભાવનો સ્વાદમાં મગ્ન થાય તો વિષય-કષાય આદિ રાગ-દ્વેષમાં કદી પણ ઉપાદેય દષ્ટિ ન ધે. સર્વ શાસ્ત્રોનો સાર આ છે કે રાગરહિત આત્માની દૃષ્ટિ ને અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે. મુનિઓનું ચિહ્ન અથવા લક્ષણ સ્વરૂપસમાધિ છે. કેટલાક' 3ૐ બોલી સમાધિ લગાવે છે તે સમાધિ નથી. દ્રવ્ય-ગુણપર્યાયની ખબર નથી તેને સ્વરૂપ સમાધિ નથી વળી મુનિનું લક્ષણ નગ્ન શરીર કે મોરપીંછ કહ્યું નથી. જ્ઞાનાનંદમાં લીન થવું તે સ્વરૂપસમાધિ છે, તે મુનિનું એંધાણ છે. આવા એંધાણથી પીછાણવા. આવા સ્વરૂપમાં એકાગ્ર થવાથી મુનિઓને રાગ થતો નથી. આકાશને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com