________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૪]
[૧૪૩ પરમધામનું સ્થાન આત્મા પામે છે. સર્વાર્થસિદ્ધિને દેવ થાય તે પુણ્યનું ફળ છે, તે પરમધામ નથી. વળી રમવાને લાયક પોતાનું પદ છે. પોતાના સન્મુખ રહેવું તે ખરું પદ છે. વિકાર ને નિમિત્તની દષ્ટિ છોડી પોતામાં આનંદ છે, પોતામાં અનંત ગુણો છે જ્ઞાન જ્ઞાનનો અનુભવ કરે તે પોતામાં છે, રાગમાં નથી નિત્યાનંદ છું એવી પ્રતીતિ કરવાથી
સ્વાનુભવ થાય છે. પોતાનું પદ પરમેશ્વર છે, તે પદને કોઈ ઉપમા નથી. દેવાધિદેવપણું ચૈતન્યપદમાં છે, કેવળજ્ઞાન પ્રગટ થાય તે આત્મામાંથી થાય છે, માટે દેવાધિદેવપણું આત્મામાં છે. પોતાના આત્મા સિવાય બીજું કોઈ ઊંચું નથી, પૂજ્ય નથી, પરમધામ નથી, અભિરામ ( સુંદર) નથી. પોતાના અનંતગુણ બીજામાં નથી. પોતાનો અસંવેદન રસ-પોતાનો અનુભવ પરમાં નથી. પોતે પરમેશ્વર, જ્યોતિ સ્વરૂપ ને અનુપમ દેવાધિદેવ છે. તેમાં સર્વ પદો છે માટે પોતાનું પદ ઉપાદેય છે.
શરીર, મન, વાણી જડ છે, પુણ્ય-પાપ વિકાર છે, તેથી હેય છે. ચૈતન્યપદ ઉપાદેય છે એવી દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન, એવું જ્ઞાન કરવું તે સમ્યજ્ઞાન ને એવું આચરણ કરવું તે સમ્મચારિત્ર છે.
જે ભાવથી તીર્થકરનામકર્મ બંધાય તે ભાવ છોડવા લાયક છે સોળકારણભાવના હેય છે, પોતાથી પર એવાં બધાં પદ હેય છે, પોતે ઉપાદેય છે–આવી અંતરદૃષ્ટિ કરવી તે ધર્મ છે.
તારા નિજાનંદ સ્વભાવનું સમ્યગ્દર્શનથી એકદેશ અવલોકન એવું છે કે ઇદ્રોની સંપદા વિપદારૂપ ભાસે. આત્મા જ્ઞાનાનંદ છે એવી સાચી દષ્ટિ થતાં ઇંદ્રપદ, શેઠાઈ, રાજાપણું વગેરે વિકારરૂપ ભાસે. તારો આનંદકંદ આત્મા તારી પાસે પડ્યો છે, તેનું અવલોકન કર ને પ્રતીતિ કર. સ્વભાવ સન્મુખ દષ્ટિથી ધર્મ થાય છે. લાખો જાત્રા કે વાતાદિ કરે, તેમાં કષાય મંદ કરે તો પુર્ણ થાય છે, પણ ધર્મ થતો નથી. ચિદાનંદ સ્વરૂપની પ્રતીતિ કરી લીનતા કરે તો ધર્મ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com