________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨]
[ શ્રી અનુભવ પ્રકાશ ગયો. જડ કર્મ, વિકાર, પુણ્ય-પાપને દેખીને પોતાની શક્તિ ભૂલ્યો દયા, દાન, વ્રત, પૂજા આદિથી ધર્મ છે એવી માન્યતાથી મિથ્યાત્વ થાય છે.
જડકર્મમાં તે અવિદ્યાનું નિમિત્તપણું આપ્યું છે. અશુદ્ધ ચિંતવન ન કર તો કર્મનું જોર નથી. “દર્શનમોહનીયનું જોર છે તેથી મિથ્યાભ્રાંતિ થાય છે, ચારિત્રમોહનીયનું જોર છે તેથી રાગદ્વેષ થાય છે.” -એમ અજ્ઞાની માને છે. અહીં કહે છે કે તેનું જોર નથી પણ તારી અશુદ્ધ ચિંતવણીથી ભૂલ્યો છો. તું જ્ઞાનાનંદ શક્તિ તારી છે–તેવી પ્રતીતિ કર. પુણ્ય-પાપ, દયા દાનાદિમાં ધર્મ માનવો તથા પૈસા, શરીર, સ્ત્રી વગેરેને મેળવું તો સુખ મળે તે બધી ભ્રાંતિ છે. નિમિત્તોને મેળવવાની ભાવના તે પરની ભાવના છે. આવી ભાવના કરી અજ્ઞાની ચોરાશીના અવતાર કરે છે. રાગની ભાવના કરવી તે મિથ્યાત્વ છે. આવો ને આવો રાગ કાલે થજો એ તો વિકારની ભાવના થઈ, તે ભાવના મિથ્યાત્વ છે.
તો કેવી ભાવના કરવી? પોતે જ્ઞાનાનંદ છે, અવિનાશી, હું ઉપમા વિનાનો છું, મારો સ્વભાવ ચલપણા રહિત છે, પુણ્ય-પાપ ચલ છે મારૂં પદ પરમ છે, આનંદઘન મારૂં પદ નિર્દોષ છે, વિકાર દુઃખમય છે, મારો સ્વભાવ અવિકારી છે, હું સારરૂપ છું, ત્રિકાળી છું, ચિત્ ને આનંદરૂપ છે. આવી નિજ ભાવનાથી પરમાત્મદશાને પામે પણ ક્રિયાકાંડથી મુક્તિ પામે-તેમ બનતું નથી, ક્રિયાકાંડથી ધર્મ થતો નથી પણ હું નિત્યાનંદ છું એવા અમૃતના અનુભવથી જરા અને જન્મરહિત સિદ્ધદશાને એવા અમૃતના અનુભવથી જરા અને જન્મરહિત સિદ્ધદશાને પામું. આ મુક્તિની ક્રિયા છે.
પોતાનું પદ જ્ઞાનાનંદમય છે. સમવસરણ જડ છે તેમાં તીર્થકરપણું નથી. સમવસરણ પુણ્યનું ફળ છે, તીર્થંકરપણું આત્મામાં છે માટે બધા કરતાં પોતાનું પદ ઊંચું છે. ઇન્દ્રોથી પણ પૂજ્ય હોય તો તે આત્મા છે. માટે પોતાનું સ્વરૂપ સકલ પૂજ્યપદ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com