________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮]
[શ્રી અનુભવ પ્રકાશ પીછાન્યું નહિ ને ભિખારી બની ડોલે છે. “હે ભગવાન! તમે પચીસ લાખની મૂડી આપી પણ સવાશેર માટીની ખામી રહી ગઈ” એમ કહી દીકરાની માગણી કરે છે. પોતે જ્ઞાયક મૂર્તિને ભૂલી પોતાની નિધિને જોતો નથી, ભિખારી થઈ ડોલે છે. એક પૈસા માટે ડોલે. દુકાનદાર એક પૈસાના વેચાણ માટે હુલકા ગ્રાહક પાસે ભિખારાવેડા કરે ચૈતન્યના ભાનવાળાને રાગની મર્યાદા છે. રાગ સંયોગથી નથી ને સ્વભાવમાં નથી-એમ તે માને છે, અજ્ઞાની રાગમાં એકાગ્ર થાય છે. પોતે જાણનાર સત્તા છે તે કાંઈ દૂર નથી જ્ઞાયક જ્યોતને દેખવી દુર્લભ માની છે પણ દેખે તો સુલભ છે. રાગીને રાગ આવે ખરો પણ તેમાં આનંદ ન માન, ચેતનાનિધિ તો જાણનાર દેખનાર છે.
કોઈએ પૂછયું કે “તું કોણ છો?' તેણે કહ્યું કે “હું મરેલ મડદું છું' અથવા કહે કે “હું મનુષ્ય છું.” –તો આ બોલે છે કોણ? તો કહે હું જાણતો નથી.' તો આ શરીર છે, આ મનુષ્ય છે–એમ જાણું કોણે ? ત્યારે સંભાર્યું કે હું જીવતો છું તેમ મનુષ્ય શરીર જડ છે, શરીરની રાખ થશે, શરીર ને આત્મા એક હોય તો જાડા શરીરવાળાને જ્ઞાન વધારે હોવું જોઈએ ને પાતળા શરીરવાળાને જ્ઞાન થોડું હોવું જોઈએ પણ એમ નથી. મોટા હાથીને બુદ્ધિ ઓછી છે ને પાતળા મનુષ્યને બુદ્ધિ વધારે છે, માટે શરીર અને આત્મા જુદા છે.
અજ્ઞાની માને છે કે હું દેહ છું તો દેહમાં જે (સ્વ) માન્યતા કરી તે કોણ છે? તે કહે “હું નથી જાણતો” પણ એવો લવારો કોણ કર્યો? આમ વિચાર કરે કે હું દેહને જાણું છું પણ મને જાણતો નથી તો આ શું છે? હું દેખનાર છું, જાણનાર છું ને પરીક્ષા કરનાર છું. આ કપડું છે, આ ફટકડી છે-એમ પરીક્ષા કરે છે. તે ચીજને કાંઈ ખબર નથી, જીવ પરીક્ષા કરે છે. આમ પોતાને ખોજી, દેખનાર-જાણનારને પરખવામાં જોડાય તો સ્વરૂપને સંભારે ત્યાં સુખી થાય.
એક માણસ દારૂ પીને મસ્ત બન્યો ને પુરુષના આકારરૂપ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com