________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૩]
[૧૩૭ કાળ ને સિંહને આવવાનો કાળ-બધો કાળ એક સાથે છે. આમ મેળ થઈ ગયો છે એમ સમજી જ્ઞાની સિંહને પણ મિત્ર સમજે છે. અજ્ઞાની સંયોગો ચોરનારને વૈરી સમજે છે. આમ દષ્ટિ ફેરે ફેર છે. બૈરાં, છોકરાં, મકાન, લક્ષ્મી વગેરે દુઃખનાં નિમિત્ત છે તેને કોઈ લૂંટે તો અજ્ઞાની તેને શત્રુરૂપ દેખે છે. ધર્માત્માને સ્વભાવની રુચિ છે, તેથી સંયોગની રુચિ છૂટી ગઈ છે. તેને શત્રુ. મિત્ર પ્રત્યે સમભાવ છે. અજ્ઞાનીને સંયોગની રુચિ છે, સ્વભાવની રુચિ નથી. તેથી સંયોગો ખસી જતાં વૈષ કરે છે.
ભગવાન ! જ્ઞાનસ્વભાવની રુચિ કર, સંયોગો એના કાળે આવશે ને જશે માટે દષ્ટિ ફેરવ. દીકરો ઉડાઉ થાય તો બાપ નારાજ થાય. પૈસા માટે અમે પરસેવા ઉતર્યા છે ને તું ઉડાવ્યા કરે છે? એમ કહી તેના ઉપર કોપ કરે. અહીં દષ્ટિ ફેરવવાની વાત કરે છે.
પરમાં સુખ માની જીવ પોતાને ભૂલ્યો. ભોગ વખતે સ્વભાવને યાદ કરતો નથી. ચોરાશી લાખ યોનિમાં કૂતરા, કાગડા, દેવ, શેઠ વગેરે ભવોમાં પર ચીજોને પોતાની માની તેથી ઘણા કાળનો ચોર થયો છે, અનાદિકાળથી ચિદાનંદ નિજસંપદા ચૂકી વિકારને મારો માની પરનો ચોર થયો છે. ચોરાશીના અવતારમાં રખડ્યો છે. હું આનંદકંદ છું, તેને યાદ કરતો નથી. જૈનસાધુ થયો ત્યારે પણ નિજરૂપમાં ધર્મ ન માન્યો પાંચ મહાવ્રતાદિમાં ધર્મ માન્યો, તે પણ ચોરાશીમાં રખડનાર છે.
આત્માના સ્વભાવને ચૂકી પુણ્ય-પાપથી લાભ માની, પરમાં સુખ માની રહ્યો છે. જન્માદિ દુઃખ દંડ પામે છે તોપણ પરવસ્તુની ચોરી છૂટતી નથી.
દેખો! આત્મા સ્વ-પરને જાણનાર ત્રણલોકનો નાથ છે તેને ભૂલી કીર્તિમાં, જલસામાં હરખ માને છે. પોતાનું ઊંચપદ જ્ઞાનપદ આદિ અંત વિનાનું છે. જે હોય તેને કોઈ બનાવે નહિ ને જે હોય તે નાશ ન પામે. પોતાની ભૂલથી પોતાના જ્ઞાનપદને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com