________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૧]
[૧૨૯ પૃષ્ઠ ૩રમાં કહ્યું છે કે, “સ્વરૂપની પ્રતીતિમાં પરિણતિ અવગાઢ ગાઢ દઢ થાય તો મોક્ષનગર નજીક આવે.” પોતે ચિદાનંદ પ્રભુ છે-એમ પાકું કર, એકવાર દઢતા કર, પછી રમણતા થશે. ચિદાનંદ સ્વભાવની ભક્તિ કર, બીજા પ્રભુ તને કાંઈ આપે એમ નથી. ભગવાન કહે છે કે તારું પદ અમારી પાસે નથી, તું તને જો.
ચિદાનંદ પ્રભુ છે, એમ યાદ કર તો જ્ઞાનજ્યોતિનો ઉદય થાય ને મોહ અંધકાર નાશ પામે. સૂરજ પાસે અંધકાર આવી ન શકે. ચૈતન્ય જ્ઞાયકજ્યોતિનું ભાન થયે મોહઅંધકાર રહે નહિ. આત્મા જ્ઞાનસ્વરૂપી છે, જ્યાં ભાળું ત્યાં મારા જ્ઞાનને જ ભાળું છું, પર ચીજ મારામાં આવતી નથી, સ્વ-પર જ્ઞાનને જ દેખું છું-એવું ભાન થતાં આનંદ પ્રગટે છે ને તો પોતાના ચિત્તમાં કૃતકૃત્યતા પ્રગટે છે, તેને જલદી જે. ઘરમાં કિંમતી દાગીના આવે તો ઘરના બધા માણસો જલદી જોવા લાગે, તેમ તારા આત્માને વેગે જ. પરમાં એકાગ્રતા નિવારી આત્મામાં એકાગ્રતા કર. જ્ઞાન અને આનંદથી ભરેલો તું છે, ચિદાનંદની પ્રતીતિ અને અનુભવ વિના સામાયિક ને પોષહુ ખોટાં છે. આત્માની રુચિપૂર્વક સમતાભાવ રાખવો તે સામાયિક છે. તારો બ્રહ્મવિલાસ તારામાં છે, તારી સામે જ. બહારના પદાર્થોની અવસ્થા જે થવાની તે થવાની, એમાં ફેર નહિ પડે. તારા ચિદાનંદથી અધિક કોઈ ચીજ નથી. આનંદ તારામાં છે, બહારમાં નથી. દષ્ટિ કર, ભરોસો લાવ-એનાથી બીજાં શું અધિક? .
આ મુનિની વાત નથી, પણ ધર્મની શરૂઆતની વાત છે. શુભાશુભ ભાવ હોવા છતાં તારી દષ્ટિ ચૈતન્ય ઉપર રાખ. તે કાળે તે જ પ્રકારનો રાગ હશે ને તે જ પ્રકારનાં નિમિત્તો હશે, માત્ર દષ્ટિ ફેરવ. આત્માને છોડી તું પરને ન ધ્યાવ.
ચારે અનુયોગનો સાર એ છે કે તારા આત્માને અનુભવ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com