________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮]
[ શ્રી અનુભવ પ્રકાશ દૂર છે, ને તેના પરિણામથી ચોરાશીના અવતાર નજીક છે. ચૈતન્યની દષ્ટિ કરવાથી ને નિમિત્ત તથા પુણ્ય-પાપની રુચિ છોડવાથી સ્વભાવ સહેલો છે.
અફીણ ખાવાથી ઘેન ચડે છે, તેમ પુણ્ય-પાપ વડે ધર્મ મનાવાથી અજ્ઞાન ને મિથ્યાત્વનો કેફ ચડે છે. વ્યવહારરત્નત્રયનાં પરિણામ નિશ્ચયથી ઝેર છે ને આત્માનો અંતરસ્વભાવ અમૃત છે. તેની રીત તો પકડ. તે સિવાય બીજો રસ્તો નથી.
ક્રિયાકાંડના કલેશમાં શાંતપદ નથી. છ-છ મહિનાના ઉપવાસ કરે ને ભાન વિના સાધુ થાય તોપણ ચિદાનંદપદ પ્રાપ્ત થાય તેમ નથી. અંતર સુખનિધાન સ્વરૂપની રુચિ કર. સુખનિધાન પોતાનો આત્મા છે, એવો સર્વજ્ઞ જાણ્યો, વાણીએ ગાયો ને એવું જ પોતાનું સ્વરૂપ છે. તેની ભાવનાથી અવિનાશી આનંદ પામે. તે રસને સેવીને મુનિઓ આત્મજ્ઞાની થયા છે. વિકારને જાણ્યો છે પણ તે વિકારને સેવ્યો નથી. માટે તે રસને તું સેવ. તું જ્ઞાન-આનંદસ્વરૂપ છો. પ્રાસની પ્રાપ્તિ થાય. અંતરશક્તિમાં આનંદ ને વીતરાગતા છે, તેને સેવવાથી તે પ્રગટ થશે.
પર્યાયના રાગ-દ્વેષ ગૌણ કરીએ તો આત્મા જ્ઞાનનો સૂર્ય છે. તે પોતાનું પદ છે. વિકાર પોતાનું પદ નથી. પરમેશ્વર પણ અંતરમાં છે, બિહારમાં મળે તેમ નથી. સાધકને શુભરાગ આવે છે ને બાહ્યમાં લક્ષ જાય છે પણ તે શ્રેયપદ નથી. અલૌકિક ગાણાં ગાયાં છે. લગ્ન વખતે બહેનો ગાણાં ગાય છે કે-થાળ ભર્યા શગ મોતીએ, હાથી ઝુલે... પણ ઘરમાં મોતી અને હાથી નહીં હોવા છતાં મલાવા કરીને વખાણ કરે છે. વસ્તુસ્વરૂપનાં ગાણાં કેવળીની વાણીએ પૂરાં પડે તેમ નથી. અજ્ઞાની ગુલાંટ ખાઈ ગયો છે. પરનાં ગાણાં ગાય છે ને તેમાં મજા માને છે. પોતે પોતાનો પ્રભુ છે, પોતાનો પ્રભુ બહારમાં નથી. પોતાની શક્તિનો મહિમા અપાર છે, તેવો પ્રભુ પોતે છે, પોતે પોતાને નિશ્ચયપ્રભુ સ્થાપે તો બાહ્ય ભગવાનને વ્યવહારે પ્રભુ કહેવાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com